Abtak Media Google News

બોમ્બ ડિસ્પોઝલ ટીમે બોમ્બ કર્યો ડિફયુઝ: શકમંદની તસ્વીર કરાઇ જાહેર

ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન આંતકવાદી હુમલાઓની દહેશત અંગે ગુપ્તચર વિભાગ જારી કરેલી ચેતવણીના માહોલમાં સોમવારે બેંગ્લોર વિમાન મથકે બનેલી બે અનિચ્છિનીય ઘટનાઓના પગલે હાઇ એલર્ઠ જારી કરવામાં આવ્યો છે. સોમવારે વહેલી સવારે આઇ.ઇ.પી. બોમ્બ બનાવવાના સાધન ભરેલી બેગ ટર્મીનલ ભવનની બહાર મળી આવ્યા બાદ એ દિવસ બેગ્લોરથી બેંગાલુરુ જતી ૬-ઇ ૫૨૮ ફલાઇટમાં બોમ્બ મુકાયાની અફવાના પગલે તલાસી માટે વિમાનને પાછુ બોલાવવાની ફરજ પડી હતી. આ બન્ને ઘટનાઓમાં એક જ વ્યકિત હોવાની પોલીસે આ શંકા સેવી છે.

સોમવારનો દિવસ બેંગ્લોર સુરક્ષા એજન્સીઓ માટે ધમધમાટનો દિવસ બની રહ્યો હતો. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ઔઘોગિક સુરક્ષા દળ સીઆરએસએફ જવાને સોમવારે સવારે ૮.૪૫ કલાકે એક બેગ શોધી હતી. જેમ બોમ્બ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. ડિસ્પોજલ સ્કોવોર્ડે તેને તાત્કાલીક નિશ્ર્ચિકીય કરી હતી.

બેંગ્લોર એરપોર્ટની ટર્મીનલ બિલ્ડીંગમાં સુરક્ષા દળોની નજર ખીલીઓ અને હળવો વિસ્ફોટ થાય તેવી પ્રણાલીમાં આઇ.ઇ.ડી. બેટરી વાયર, ટાયમર, સ્વીચ, ડિયેનેટર અને વિસ્ફોટકા મળી આવતા એલર્ટ જામી કરવામાં આવ્યો હતો. અને બોમ્બ ડિસ્પોઝલ યુનીટ અને પોલીસે ટર્મીનલ બિલ્ડીંગમાં વ્યાપક તલાસી અભિયાન શરુ કર્યો હતો.

7537D2F3 9

સી.આઇ.એસ.એફ. એ સીસી ટીવી કેમેરા કુટેજની તપાસ કરતાં ટર્મીનલની બહાર ઓટો રિક્ષામાં આવેલા એક વ્યકિત એરપોર્ટ તરફ આવતા અને કાળા કલરની બેગ ઇન્ડિગો કાઉન્ટરની બહાર મુકતા નજરે પડે છે. અનય તપાસીન અધિકારીઓએ જણાવ્યું હતું કે હળવો વિસ્ફોટ થાય તેવા ફુડ આઇઇડી બનાવવાના સાધનો બેગમાંથી મળી આવ્યા છે. કાળા કલરની બેગ મળી આવ્યાની તપાસના ધમધમાટ ચાલતો હતો તે દરમિયાન આજ દિવસે ઇન્ડિગો ફલાઇટ બેંગ્લોરએ વખતે પરત બોલાવવાની ફરજ પડી હતી. જયારે એરપોર્ટ વિમાનમાં બોમ્બ મુકયો  હોવાની આશંકાવાળી માહીતી મેળવી હતી વિમાનને તાત્કાલીક પરત બોલાવીને તેની તપાસ કરવામાં આવી હતી. બેગ્લોર વિમાન મથકે બનેલી આ બન્ને ધટનાઓમાં એક જ વ્યકિતની સંડોવણી હોવાની પોલીસે આશંકા સેવી છે. બેગ્લોર પોલીસે શંકાસ્પદ વ્યકિત અને કુટેજમાં દેખાતી રિક્ષાની તસ્વીરો જારી કરી છે કેમરા કુટેજમાં શંકાસ્પદ વ્યકિત રીક્ષામાંથી ઉતરતો દેખાય છે.

કર્ણાટકની બેંગ્લોર પોલીસે રીક્ષામાંથી ઉતરીને એરપોર્ટ તરફ જતાં કાળા થેલા વાળાની તસ્વીરો જારી કરી છે. સીઆઇએસએફ ના ડીઆઇજી અનિલ પાંડેએ જણાવ્યું હતું કે સીસી ટીવી કુટેજમાં એક શંકાસ્પદ વ્યકિત કાળા કલરનો થેલો એરપોર્ટમાં ઇન્ડિગોની બુકીંગ કાઉન્ટર પાસે મુકીને રીક્ષામાં પાછો જતો દેખાય છે. તેના ચહેરાની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનીક બોમ્બ ડિસ્પોઝલ ટીમે બોમ્બ નિશ્ર્ક્રિય કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશમાં પ્રજાસત્તા પર્વની શાનદાર ઉજવણીની તૈયારીઓ માહોલમાં દેશ વિરોધી તત્વો ઉન્માદ ફેલાવવાના પ્રયાસો સામે તંત્ર એલર્ટ બન્યું છે. દરમિયાન બેગ્લોર વિમાન મથક અને શહેરમાં હાઇએલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.