Abtak Media Google News

કચ્છના તૃણા બંદરે થતી જીવતા પશુઓની નિકાસ પર સરકારે મુકેલા પ્રતિબંધને હાઇકોર્ટે હટાવ્યા બાદ નિકાસકારો ફરીથી પશુઓની નિકાસ  કરવા તજવીજ હાથ ધરી રહ્યા છે. જયારે પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર પશુ પરિવહન માટેના કાયદાઓનું કંડક અમલ કરાવે તેવી જીવદયાપ્રેમીઓની માંગ

કચ્છના તૃણા બંદરેથી જીવતા પશુઓને અખાતી દેશોમાં નિકાસ કરવા પર ગુજરાત સરકારે મુકેલા પ્રતિબંધને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે ગેરલાયક ઠેરવ્યો હતો. હાઇકોર્ટમાં થયેલા પોતાના વિજયથી ગેલમાં આવી ગયેલા નિકાસકારોએ ફરીથી જીવતા પશુઓની નિકાસ કરવા તૈયારી કરી લીધી છે પરંતુ, આ નિકાસકારો દ્વારા છડેચોક થતા વિવિધ કાયદાઓના ભંગ અંગે રાજય સરકારના લાગતા વળગતા વિભાગો કડક કાર્યવાહી કરે તેવી રાજયના જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.ગુજરાત સરકારે કચ્છના તૃણા બંદરેથી થતી જીવતા પશુઓની નિકાસ સામે જીવદયા પ્રેમીઓમાં ઉઠેલા આક્રોશ બાદ પ્રતિબંધ મૂકયો હતો.

Advertisement

જે સામે નિકાસકારો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. આ કેસમાં હાઇકોર્ટે રાજય સરકારના પ્રતિબંધને અયોગ્ય ઠેરવ્યો હતો. જેથી નિકાસકારો ફરીથી કચ્છના તૃણા બંદરેથી ચાર જહાજો મારફત હજારો જીવતા પશુઓની નિકાસ માટે ઘેટા બકરાઓ મોકલવા તૈયારી કરી  રહ્વા છે. અને ગમે ત્યારે અખાતી દેશોના લોકોના ખોરાક માટે જીવતા શેકવા મોકલી દેવામાં આવશે. નિકાસ માટે ટ્રકોમાં ઘેટા બકરાઓને જે રીતે ક્રૂરતા પૂર્વક ઠાસો ઠાંસ ભરવામાં આવે છે ત્યારે ૧૯૬૦ ના પશુ ક્રુરતા નિવારણ કાયદા અનુસાર મુદામાલ અને વાહન જપ્ત કરી પોલીસ શા માટે કાર્યવાહી કરતી નથી? દરેક જીલ્લાની પોલીસ શા માટે નિષ્ક્રિય બની નિકાસકારોને આડકતરી રીતે મદદ કરી રહી છે. તેવી લાગણી જીવદયા પ્રેમીઓમાં ઉઠવા પામી છે. મહાત્મા ગાંધીજીના કરુણામય ગુજરાતની ધરતી પરથી ઘેટા બકરી જેવા અબોલ અને નિર્દોષ જીવોને અત્યંત ક્રૂરતાપૂર્વક ફરીથી નિકાસ માટે મોકલી રહ્યા છે.

આવનારા દિવસોમાં ફરીથી અને નિયમીત રીતે ઘેટા અને બકરીઓને ખીચોખીચ કૂરતા પૂર્વક ટ્રકોમાં ભરીને લઇ જવામાં આવશે તેવી સંભાવના રહેલી છે. ત્યારે સેન્ટ્રલ મોટર વેહિકલ એકટ (૧૯૭૮) ના નિયમ ૧રપ-ઇ-૧ પ્રમાણે પશુને જે વાહનમાં લઇ જવાનું હોય તે વાહન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ધારાધોરણ પ્રમાણે હોવું જોઇએ. નિયમ ૧રપ-ઇ-૩ પ્રમાણે જે વાહનમાં પશુનું પરિવહન થતું હોય તેમાં બીજો કોઇ સામાન લઇ જઇ શકાય નહીં તેવી રજુઆત જીવદયા પ્રેમીઓ કરી છે.

સ્થાનીક આર.ટી.ઓ. દ્વારા નિકાસકારોને પશુનું પરિવહન કરવાનું લાયસન્સ આપવામાં આવે છે. જે ટ્રક કે ટેમ્પો પાસે લાયસન્સ ન હોય તેઓ જીવતા પશુનું પરિહવન કરી શકતા નથી. સેન્ટ્રલ મોટર વેહિકલ એકટ (૧૯૭૮) ની કલમ ૨૦૭ ની જોગવાઇ અનુસાર પોલીસ ઓફીસરને વાહન જપ્ત કરવાની સતા મળેલ છે. પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એકટ (૧૯૬૦) ની કલમ ૧૧ (૧) (ડી) પ્રમાણે જો કોઇપણ વ્યકિત વાહનમાં કે અન્ય રીતે કોઇપણ પશુને ઇજા થાય કે પીડા થાય તે રીતે લઇ જાય તો તેને દંડ કરવામાં આવે છે.કલમ ૧૧ (૧) (ઇ)પ્રમાણે જો કોઇપણ વ્યકિત પશુને સાંકડાં પાંજરામાં રાખે કે જેથી તે મુકતપણે હલન ચલન ન કરી શકે. તો પણ તેતે દંડ થાય છે જયારે આ નિકાસકારો દ્વારા ટ્રકોમાં લઇ જવામાં આવતા ઘેટા બકરા હલન ચલન ન કરી શકે એટલા સાંકડા પાંજરાનમાં તેમને રાખવામાં આવે છે.

કોઇપણ પ્રાણીનું વહન કરતી વખતે તેને પર્યાપ્ત ખોરકા, પાણી અને શેલ્ટર ન આપવામાં આવે તો તેના માલિકને ત્રણ મહિના સુધીની જેલની સજા પણ થઇ શકે છે.

પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એકટ (૧૯૬૦) ની કલમ ૩૫ અનુસાર ઉપરોકત ક્રુરતાના ગુન્હા સબબ પ્રાણીઓની કસ્ટડી લેવાની જવાબદારી પોલીસ અધિકારી સબ ઇન્સ્પેકટર રેન્ક કે તેથી ઉપરના અધિકારીની રહે છે. વર્તમાનમાં જી જીવતાં ઘેટા બકરાની નિકાસ માટે હેરફેર કરવામાં આવે છે તેમાં ઘેટા બકરા માટે ચારો, પાણી , દવા વગેરેની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. ઘેટા બકરા માટે કાયદાકીય

પ્રક્રિયા અનુસાર દરેક જીવોનું મેડીકલ ફીટનેસ સર્ટીફીકેટ લેવામાં નથી આવતું કે તેમને જરુરી રસી પણ આપવામાં આવતી નથી. સદરહુ પ્રાણીઓના પરિવહનમાં દેશના પ્રવતમાન કાયદાઓનો છેડચોક ભંગ થઇ રહ્યો છે.

આ અંગે કાયદેસરની કડક કાર્યવાહી કરવા સ્પેશ્યિલ ટીમને રચના કરી કડક કાર્યવાહીનો આદેશ આપવા જીવદયા પ્રેમી સંસ્થાઓએ માંગ કરીને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી િ૫્રવેન્શન ઓફ એનીમલ ક્રુઅલ્ટી એકટના કડક અમલ માટે રાજય સરકાર પ્રતિબઘ્ધ હોવાના આદેશ આપેલ છે. તેનું કડક પાલન કરાવવા પોલીસ અને આરટીઓ તંત્રને તાજેતરમાં ગુન્હાઓના ભંગ સબબ પશુઓને અને વાહનને જપ્ત કરવાની કાયદાનુસાર કાર્યવાહી કરવા ઉપરાંત તે વાહનની પરમીટ રદ કરવાની પણ તાકીદે કાર્યવાહી કરવા બન્ને તંત્રો પાસે માંગ કરી છે.વ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.