Abtak Media Google News

એક સમયે ચોખાની ખેંચ અનુભવતું ભારત ચીનનું પેટ ભરશે

અંદાજ મુજબ, નાણાકીય વર્ષમાં 2021માં 3 લાખ ટનની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષમાં ચીનમાં ચોખાની નિકાસ લગભગ 10 લાખ ટન થશે

અબતક, નવીદિલ્હી: ભારત હાલ બાસમતી અને બિનબાસમતી ચોખાનો પૂરતા પ્રમાણમાં જથ્થો ધરાવે છે, ભારત હાલ વૈશ્વિક સ્તરે ઉંચુ આવવા માટેની અને જીડીપીમાં વિકાસ લાવવાની તકો ઝડપી લેવાની એક પણ તક ચૂકવતું નથી. ચીન આ નોન બાસમતી તૂટેલા ભાતનો, નૂડલ્સ અને વાઇન બનાવવામાં પણ ઉપયોગ કરે છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ કૌલે જણાવ્યું હતું કે, ચીન, ભારતીય ચોખા કંપનીઓ સાથે નોંધપાત્ર વ્યાપાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2021માં, ચીને નવેમ્બરથી આયાત પ્રશ્નો મોકલવાનું શરૂ કર્યું હતું, ત્યારે હાલ ચીન પોતાની ચોખાની આયાતને લઈ સક્રિય થયું છે,

આ ક્ષેત્રના ઇનસાઈડર્સના કહ્યા મુજબ, ભાતનો પ્રતિટનનો વૈશ્વિક ભાવ 390થી 400 ડોલર છે, જ્યારે ભારતીય નિકાસકારો તૂટેલા ભાતના એક ટન 300 થી 350 ડોલરમાં વેચે છે. હાલ ભારતને ત્રણ ગણી નિકાસ મળતાં શિપિંગ માટે ક્ધટેનરની નિકાસકારોને અછત ઉભી થઈ છે. ઉપરાંત શીપીંગ માટે કાર્ગોના ભાવમાં થયેલા વધારો એ વૈશ્વિક છે તેથી તેને હાલ પૂરતો કોઈ મોટો મુદ્દો ન કહી શકાય.

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (અઙઊઉઅ) ના આંકડા અનુસાર બાસમતીની નિકાસમાં 4..45 મેટ્રિક ટન અને નોન-બાસમતીમાં 160% ઉછાળો થઈ 13.09 મેટ્રિક ટનનો વધારો થયો છે. મૂલ્યની દ્રષ્ટિએ, બિન-બાસમતી ચોખાના સેગમેન્ટમાં નિકાસ બાસમતીના 4.8 બિલિયન ડોલર (35,4488 કરોડ)ના બમણા થયા છે, જયારે સુગંધિત જાતોના કિસ્સામાં 7% ના ઘટાડાથી 4 બિલિયન(28,849 કરોડ) થયો છે.

બાસમતી ચોખાની વાત કરીએ તો, ઘણા ભારતીય નિકાસકારો ઇરાનની સરકારી વેપાર વેપાર નિગમ દ્વારા રજૂ કરાયેલા ટેન્ડરમાં ભાગ લઈ રહ્યા છે. તેમ છતાં, ચુકવણીના મુદ્દાઓને કારણે પશ્ચિમ એશિયાના દેશમાં બાસમતી ચોખાના ખાનગી વેચાણ પર રોક લગાવાઈ છે. ચૂકવણીના મુદ્દાઓને અંગે, હરિયાણાના એક અગ્રણીએ જણાવ્યું હતું કે, ઈરાનથી બાસમતીની નિકાસ માટે લોકોને ચૂકવણી કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ મોડા પડે છે. શિપરોએ વિલંબ પણ કર્યો હતો અંતમાં ચુકવણી અંગે ચિંતા હજુ જીવિત છે. અમે આશા રાખીએ છીએ કે સરકાર ચુકવણીના મુદ્દાઓને ટૂંક સમયમાં હલ કરશે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.