Abtak Media Google News

અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં બનેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,આગની ઘટના અત્યંત દુ:ખદ છે. આગમાં જેમના નિધન થયાં છે તેમનાં પરિવારજનોને ઈશ્વર આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે, મૃતકોનાં આત્માને પરમાત્મા સદગતિ આપે તેમજ દાઝી ગયા છે તે સૌ લોકો પણ જલ્દી સાજા થઇ જાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પાર્થના.

પાટીલે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ઘટના અંગે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ તેઓએ મુખ્યમંત્રી તથા અમદાવાદના મેયર સાથે ટેલીફોનીક વાત કરી વિગતો મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી મૃતકોનાં પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય તેમજ ઘાયલો માટે ૫૦ હજારની સહાય જાહેર કરી છે.

આ દુ:ખદ ઘટનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ તાત્કાલિક પગલાંઓ લઇ ઘટનાની યોગ્ય તપાસ થાય અને કસુરવારોને તાત્કાલિક સજા મળે તે માટે બે સીનીયર અધિકારીઓની નિમણુંક કરી છે. તે ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મૃતકોનાં પરિવારને ૪-૪ લાખ તથા ઘાયલોને ૫૦ હજારની સહાય જાહેર કરી છે. પાટીલે અંતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભાજપા પરિવારવતી મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી આ દુ:ખની ઘડીમાં પ્રભુ તેમને હિંમત આપે તે જ પાર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.