Abtak Media Google News
જામનગરમાં યોજાનાર મેગા ઇવેન્ટને મળતો અૂતપૂર્વ પ્રતિસાદ
‘જામનગર હાફ મેરેથોન-૨૦૧૮’: રજીસ્ટ્રેશનની મુદ્દત લંબાવાઇ… હવે…તા.૧૦.૨.૨૦૧૮ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
* આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને સાંપડતો અદ્દૂત પ્રતિસાદ
* રજીસ્ટ્રેશન સેન્ટરો પર લોકોનો જબરો ધસારો
* રમત-ગમત પ્રેમી જામનગરની જનતામાં અનેરો ઉત્સાહ
 સદ્દાવના ગ્રુપ-જામનગર અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (‘પેફી’)ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ જામનગરમાં આગામી તા.૨૫-૨-૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૬.૦૦ કલાકે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘જામનગર હાફ મેરેથોન-૨૦૧૮’ યોજાવાની હોય જેમાં ાગ લેવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોતા રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ છે. આ સ્પર્ધામાં ાગ લેવા માટે હવે તા.૧૦-૨-૨૦૧૮ને શનિવાર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે તેમ ‘પેફી’-ગુજરાત રાજયના ચેરમેન ધર્મરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે.
જામનગરમાં સતત બીજા વર્ષે પણ યોજાનાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હાફ મેરેથોનના મેગા ઇવેન્ટ માટે ાગ લેવા માટે રજીસ્ટ્રેશન સેન્ટરો ખાતે સ્પર્ધકોનો અૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. જામનગરવાસીઓના ઉત્સાહને નિહાળી આયોજકો દ્વારા આ સ્પર્ધાના રજીસ્ટ્રેશન માટેની તારીખ લંબાવાનો નિર્ણય આયોજકો દ્વારા કરવામાં આવ્યો છે જેથી શહેરવાસીઓને રજીસ્ટ્રેશન કરવામાં વધુ સહેલાઇ રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં જામનગર સહિત દેશ-વિદેશના હજારોની સંખ્યામાં ખેલાડીઓ ઉત્સાહેર ાગ લેવાના હોય જે માટે દેશ-વિદેશમાંથી પણ દોડવીરો પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન કરાવી રહ્યા છે.
‘ક્લિન એન્ડ ગ્રીન જામનગર’ની થીમ પર યોજાનાર આ મેગા ઇવેન્ટર આગામી તા. ૨૫ ફ્રેબ્રુઆરી ૨૦૧૮ના રોજ યોજાનાર છે. રૂબરૂ અથવા તો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે ૂwww.jamnagarsports.com વેબ સાઇટ ઉપર થઇ શકશે.  તેમજ વધુ માહિતી માટે ૮૧૪૦૬ ૧૧૮૩૩ અથવા ૮૧૪૦૯ ૧૧૮૩૩ ઉપર સંપર્ક કરવા ધર્મરાજસિંહ જાડેજાની આ યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત નીચે મુજબના રજીસ્ટ્રેશન સેન્ટરોનો પણ સંપર્ક કરી શકાશે.
(૧) ‘જામનગર હાફ મેરેથોન-૨૦૧૮’ કાર્યાલય, સુપર માર્કેટ, રામમંદિર સામે, જામનગર. મો. ૮૧૪૦૯ ૧૧૮૩૩ / ૮૧૪૦૬ ૧૧૮૩૩
(ર) સેફ ડીલાઇટ ફુડસ-શોપ નં.૧-૨, સત્યા એપાર્ટમેન્ટ, જોગર્સપાર્ક પાસે, પેલેસ રોડ મો.૯૩૭૪૯૩૭૪૯૯ / ૭૫૭૩૦ ૧૫૪૮૦
(૩) ચેતન પેપર માર્ટ- રતનબાજી મસ્જીદ પાસે,જામનગર.
(૪) શિખંડ સમ્રાટ-દાંડીયા હનુમાન સામે, જી.જી.હોસ્પિટલ પાસે તથા ઇન્દ્રપ્રસ્થ માર્કેટ જામનગર.
(૫) સનરાઇઝ હોલી ડે- નીયો સ્કવેર, શોપ નં.૫૫૦, પહેલા માળે, જામનગર.
(૬) અનમોલ એન્ટરપ્રાઇઝ- (અમુલ આઇસ્ક્રીમ પાર્લર)ક્રીસ્ટલ મોલ સામે બેંક ઓફ બરોડાની બાજુમાં,જામનગર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.