Abtak Media Google News

સ્ટર્લિંગ હોસ્પિટલમાં વધુ એક સફળ સારવાર

ડો. રવિ ભોજાણી દ્વારા હ્રદયને લોહી પહોચાડતી મુખ્ય નસની જટિલ એન્જીયો પ્લાસ્ટી તથા સમય સુચકતાનું સફળ પરિણામ

રાજકોટની સ્ટલિંગ હોસ્૫િટલમાં તાજેતરમાં વધુ એક સફળ સારવાર કરવામાં આવી હતી. જેમાં અત્યંત જીવલેણ હાર્ટ એટેક હાર્ટ ફેલ્યોર સાથે આવેલા દર્દીનો ઇમરજન્સી સારવાર આપીને જીવ બચાવી લેવાયો હતો. હોસ્પિટલના અનુભવી ડો. રવિ ભોજાણી દ્વારા હ્રદયને લોહી પહોચાડતી મુખ્ય નર્સની જટિલ એન્જીયો પ્લાસ્ટી તથા તેઓની સમય સુચકતાનું સફળ પરિણામ મળ્યું હતું.

હોસ્પિટલમાં થોડા દિવસ અગાઉ પ્રદીપભાઇ લોઢીયા (ઉ.વ.૬૪) રાત્રે છાતીમાં દુ:ખાવો તથા શ્ર્વાસ ન લઇ શકવાની તકલીફ સાથે ઇમરજન્સીમાં આવ્યા હતા. પ્રાથમીક રીપોર્ટમાં તેમને મેજર હાર્ટ એટેક તેમજ કાર્ડીયોજીનીક શોક તથા હાર્ટ ફેલ્યોરનું નિદાન થયું હતું. આ પ્રકારના એટેકમાં દર્દીની પરિસ્થિતિ અતિ ગંભીર હોય છે. તથા બેસ્ટ સારવાર છતાં ૯૦ ટકા કેસમાં દર્દીનો જીવ બચાવી શકાતો નથી.

પરિસ્થિતિની ગંભીરતાને ઘ્યાનમાં રાખતા ડો. રવિ ભોજાણી એ દર્દીની સારવાર તુરંત ચાલુ કરી હતી તથા દર્દીની ઇમરજન્સીમાં એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી તેમાં દર્દીના હ્રદયની મુખ્ય નસ (લેફટ મેઇન આર્ટરી) ૧૦૦ ટકા બંધ મળી હતી. તેથી ઇમરજન્સીમાં રાત્રીના સમયે અત્યંત જટીલ એવી લેફટ મેઇન બાયફરકેશન એન્જીયોપ્લાસ્ટી હાથ ધરવામાં આવી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ એન્જીયોપ્રલાસ્ટીક  સફળતા પૂર્વક પાર પાડી હતી. આ જટિલ  એન્જીયોપ્લાસ્ટીક પછી દર્દીને લાઇફ સપોર્ટ સીસ્ટમ જેમ કે નોન ઇન્વેઝીવ વેન્ટીલેશન, આઇએબીપી-બલુન  અને લાઇફ સેવીંગ ઇન્જેકશન- દવાઓ પર રાખવામાં આવ્યા હતા અને એક અઠવાડીયાની સઘન સારવાર પછી દર્દીને હોસ્પિટલમાંથી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી.

આ રોગ વિશે ડો. રવિ ભોજાણી વધુ માહીતી આપણા જણાવ્યું હતું કે લેફટ મેઇન આર્ટરી હ્રદયને લોહી પહોચાડતી મુખ્ય નસ હોવાથી આ પ્રકારનો એટેક અતિ ગંભીર ગણવામાં આવે છે અને આવી પરિસ્થિતિમાં દર્દીને તુરંત સારવાર ન મળે તો મોટાભાગમાં કેસમાં દર્દીનો જીવ બચાવી શકાતો નથી. આ ઉપરાંત આ નસની એન્જીયોપ્લાસ્ટીને અત્યંત પટીલ અને જોખમી એન્જીયોપ્લાસ્ટી ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.