Abtak Media Google News
  • ભાજપ પાસે સમુદ્ર જેવું વિશાળ હદય, સારી નદી ઉપરાંત ગંદી નદીને પણ પોતાનામાં સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે
  • દેશના રાજકારણમાં જાતિવાદ, પરિવારવાદ ઉપર મોદીજીનું સબકા સાથ, સબકા વિકાસ ભારી પડ્યું, પરિણામે બીજાનું ટકવું મુશ્કેલ બન્યું છે
  • સાંસદ સાક્ષી મહારાજે અબતકની શુભેચ્છા મુલાકાતમાં મહત્વપૂર્ણ ચર્ચા કરી
  • Dsc 0072

ગુજરાતે દેશને અનેક અવતરિત પુરુષો આપ્યા છે. જેમાં એક મોદીજી છે. ભાજપ સમુદ્ર છે તો મોદીજી ગંગા છે. તેઓનો જાદુ એ હદે ચાલ્યો છે કે વિશ્વભરમાં આજે ભારતે એક આગવું સ્થાન બનાવ્યું છે. તેમ યુપીના સાંસદ સાક્ષી મહારાજે જણાવ્યું હતું.

સાક્ષી મહારાજે કહ્યું કે આજે દેશ વિશ્વભરમાં ખૂબ મહત્વના સ્થાન ઉપર પહોંચ્યું છે. વિકાસનો આ વેગ બરકરાર રાખવાનો છે. આ દરમિયાન હવે સમાન નાગરિક ધારો જરૂરિયાત નહિ પણ ફરજિયાત બન્યો છે. આ ઉપરાંત જન સંખ્યા નિયંત્રણ પણ ખૂબ જરૂરી બન્યું છે. આ બન્ને વિના ભારત દેશનું ઉદ્ધાર હવે શક્ય નથી.

2

ઉત્તરપ્રદેશના ઉનાવના સાંસદ સાક્ષી મહારાજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓએ રાજકોટની મુલાકાત વેળાએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. આ અવસરે તેઓએ અબતકના મેનેજિંગ એડિટર સતીષકુમાર મહેતા સાથે રાજનીતિ અને વિકાસ મુદ્દે ચર્ચા કરી હતી.

આ વેળાએ તેઓએ જણાવ્યું કે દેશના રાજકારણમાં જાતિવાદ, પરિવારવાદ અને પુષ્ટિકરણ આ ત્રણેય ઉપર મોદીજીની સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની નીતિ ભારી પડી છે. આનું પરિણામ એ આવ્યું છે કે હવે ક્યાંય કોઈ બીજું ટકી શકતું નથી. જ્યાં જ્યાં ચૂંટણી થાય છે ત્યાં મોદીજીનો વન મેન શો થાય છે.

3

તેઓએ ઉમેર્યું કે ભાજપ સમુદ્ર છે તો મોદી ગંગા જેવા છે. ગંગા પવિત્ર છે. સામે સમુદ્ર પણ એટલું વિશાળ હદય ધરાવે છે. કે તે પોતાનામાં સારી નદી અને ગંદી નદી પણ સમાવી લ્યે છે. જે જે લોકો તેની સામે એક સમયે આંગળી ચીંધતા, તેને પણ પોતાનામાં સમાવી લેવાની પક્ષમાં તાકાત છે અને વિશાળતા પણ છે.

સાક્ષી મહારાજે ઉત્તરપ્રદેશના ઉન્નાવથી 2014ની સામાન્ય ચૂંટણી જીતી હતી. તેમણે 1991માં મથુરા, 1996 અને 1998માં ફરૂખાબાદથી ભારતીય સામાન્ય ચૂંટણી પણ જીતી હતી. તેઓ 2000થી 2006 સુધી રાજય સભાના સભ્ય પણ હતા. તેઓ પીએચ.ડી.ની ડિગ્રી ધરાવે છે અને સાક્ષી મહારાજ ગ્રુપના બેનર હેઠળ ભારતભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આશ્રમો ચલાવે છે જેના માટે તેઓ હાલના ડિરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજનો જન્મ ઉતરપ્રદેશના કાસગંજ જિલ્લાના સાક્ષી ધામમાં થયો હતો. સાક્ષી મહારાજ લોધા ક્ષત્રિય સમુદાયના છે

4

જેને ઉતર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. શરૂઆતમાં સાક્ષી મહારાજ બીજેપી સાથે સંકળાયેલા હતા અને લોધા ક્ષત્રિય સમુદાયના અન્ય બીજેપી નેતા અને ઉતરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા ભૂતપૂર્વ રાજયપાલ કલ્યાણસિંહ અને બીજેપીના અન્ય નેતા કલરાજ મિશ્રા સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ 1991માં મથુરા, 1996 અને 1998માં લોધા ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતા ફરૂખાબાદથી લોકસભામાં ચૂંટાયા હતા. સાક્ષી મહારાજ રામ જન્મભૂમિ ચળવળ સાથે સંકળાયેલા છે. સમગ્ર ભારતમાં પીડિત લોકોની સેવા માટે 100થી વધુ ધાર્મિક કેન્દ્રો તેમના દ્વારા ચલાવવામાં આવે છે.

2012માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2014ની સામાન્ય ચૂંટણીમાં તેમણે ઉન્નાવમાંથી ભાજપ માટે ચૂંટણી લડી હતી. સાક્ષી મહારાજ શ્રી નિર્મળ પંચાયતી અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વરનું બિરૂદ ધરાવે છે. સંત સમાજમાં આ પદને જગતગુરૂ શંકરાચાર્ય સમકક્ષ ગણવામાં આવે છે. તેઓ સાક્ષી મહારાજ ગ્રુપના ડિરેકટર પણ છે જેની ભારતમાં 17 શૈક્ષણિક સંસ્થાઓ અને અનેક આશ્રમો છે. સાક્ષીજી મહારાજે ગીતા દર્શન, સિધ્ધાંત ઉપદેશ, સરળ વિવેક વિચારમાળા જેવા ઘણા પુસ્તકો લખ્યા છે.

5

મોદી મેજીક : જ્યાં જાય છે ત્યાં મોદી…મોદી… જ થાય છે

સાક્ષી મહારાજે જણાવ્યું કે અત્યારે મોદીજી આકાશને આંબતી પ્રતિભા બન્યા છે. તેની પાસે શુ જાદુ છે ખબર નહિ પણ જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે. તેઓ આપણા દેશ નહિ પણ વિશ્વના કોઈ પણ દેશમાં જ્યાં જાય છે ત્યાં મોદી…મોદી…થાય છે.

મોદી કમાલ : જેને બીજેપીમાંથી ટિકિટ મળે છે તેની જીત નિશ્ર્ચિત બને છે

સાક્ષી મહારાજે જણાવ્યું કે મોદીજીનો ખરેખર કમાલ છે. તેમના લીધે બીજેપીમાથી જેમને ટીકીટ મળે છે. તેમની જીત નિશ્ચિત બને છે. ઉમેદવાર જીતની નજીક પહોંચી જ જાય છે. સિવાય કે ઉમેદવારના ભાગ્ય જ ખરાબ હોય, તો અલગ વાત છે.

મોદીની એક પણ એવી યોજના નથી, જેની આલોચના થઈ શકે

સાક્ષી મહારાજે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એક પણ એવી યોજના નથી. જેની આલોચના થઈ શકે. પ્રધાનમંત્રી જનધન યોજના, સૌભાગ્ય યોજના આવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ દેશના છેવાડાના લોકો સુધી લાભકારી સાબિત થઈ છે.

પહેલાની સરકાર ઓછું આપતી છતા ભંડારો ખાલી રહેતા, મોદીજી વધુ આપે છે છતા ભંડારો ભરેલા

સાક્ષી મહારાજે કહ્યું કે પહેલાની સરકાર ઓછું આપતી છતા ભંડારો ખાલી હતા. મોદીજી વધુ આપે છે છતા ભંડારો ભરેલા છે. હું 35 વર્ષથી રાજનીતિમાં છું. 6 વખત સાંસદ બન્યો છું. આજ સુધીમાં મેં આટલું અન્ન વિતરણ જોયું નથી. જે લોકો મોદીજી ને કહીએ છીએ કે કેમ આટલું અન્ન વિતરણ કરો છો. ત્યારે તેઓ કહે છે કે ગરીબો ખાય છે તો ખાવા દયોને તમને શું વાંધો છે. સાક્ષી મહારાજે કહ્યું કે પહેલા માણસ બીમાર પડતા તો પીએમની 5-10 હજારની સહાયની ચિઠ્ઠી મળતી હતી. અને ભાગ્યે જ કોઈને 30 હજાર સુધીની ચીઠ્ઠી મળતી હતી. પણ હવે મોદીજીના સાશનમાં ખૂબ સરળતાથી લોકોને લાખોની આરોગ્ય સહાય મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.