Abtak Media Google News
  • રાશનકાર્ડ ધારકોને હવે કચેરીનો ધક્કો મટશે : રાશનકાર્ડ સાથે આધારકાર્ડનો નંબર લિન્ક હશે તો ઘરે બેઠા જ કેવાયસીની કામગીરી થઈ જશે

હાલ રાશનકાર્ડ ધારકોની ઇ કેવાયસી કામગીરી ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા – 2013 હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ માય રેશન મોબાઈલ એપથી ઘરે બેઠા જ  ફેસ ઓથેન્ટીકેશન આધારિત ઇ કેવાયસી કરી શકશે. આ પ્રક્રિયા સરળ છે અને લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા કરી શકશે. આ માટે રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક હોવું જરૂરી છે.

Advertisement

રાશનકાર્ડ ધારકો ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ-કે.વાય.સી. કરવા માય રેશન મોબાઈલ એપ પ્લે સ્ટોર જઈને ડાઉનલોડ કરવી. પછી હોમ પેજ પર ડાબી બાજુ ઉપર દેખાતી ત્રણ આડી લાઈનવાળા ચિહ્ન પર ક્લિક કરવું. એ પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાથી ઓપન થતા પેજમાં તમારું રાશનકાર્ડ લિંક કરો વિકલ્પ આવશે. તેને પસંદ કરીને, રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા  નાખી તમારું રાશનકાર્ડ લિંક કરો  પસંદ કરવાનું રહેશે.

એ પછી ઓપન થતા પેજ પર હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પસંદ કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવું. જેનાથી જનરેટ થયેલો ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક કરવું. આ પ્રક્રિયા પૂર્ણ થતાં રેશન કાર્ડ લિંકડ સક્સેસફૂલી, યુ કેન અપડેટ ડિટેઇલ્સ નાઉ (તમારું રેશનકાર્ડ સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે) – તેવો મેસેજ સ્ક્રીન પર દેખાશે. મહત્વનું છે કે, માય રેશન એપ્લીકેશનમાં રાશનકાર્ડ લિંક થયા બાદ ફેસ બેઝડ ઇ કેવાયસી કરવા માટે મોબાઈલ બંધ કરી ફરી ઓપન કરવી જરૂરી છે.

ઇ કેવાયસી કરવા માટે રાશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા ઇ કેવાયસી કરી શકશે.

માય રેશન એપના હોમપેજ પરના આધાર ઇ કેવાયસી મેનુ સિલેક્ટ કરવાથી સ્ક્રીન પર દેખાતા ડાઉનલોડ આધાર ફેસઆરડી એપ  પર ક્લિક કરવાથી એપ્લીકેશન ડાઉનલોડ થયા પછી  ફેસ ઓથેન્ટીકેશન કરવા માટે આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી જવી. પછી ચેક બોક્સ પસંદ કરી કાર્ડની વિગતો મેળવો  પર કિલક કરવાનું રહેશે.

ત્યારબાદ રેશનકાર્ડ ચકાસી અને સ્ક્રીન પર દેખાતો કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો (સ્ટેપ -1) કિલક કરવાથી આધાર ઇ કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરી, જે સભ્યનું ઇ કેવાયસી કરવાનું હોય તેનું નામ પસંદ કરવાનું રહેશે.

ત્યારબાદ આ સભ્યમાં આધાર ઇ કેવાયસી કરો (સ્ટેપ -2) પર ક્લિક કરવાથી મોબાઈલના સ્ક્રીન પર પ્રદર્શિત થતી સમંતિ કાળજીપૂર્વક વાંચી અને હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્ષ પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારપછી  ઓટીપી જનરેટ કરો (સ્ટેપ -3)  પર ક્લિક કરવાથી  આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો (સ્ટેપ -4) પર ક્લિક કરવાથી ચહેરો કેપ્ચર  કરવા માટે કેમેરો ઓપન થશે.

ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ સ્ક્રીન પર આધારકાર્ડની વિગતો જેમ કે, જન્મ તારીખ, જાતિ, નામ, સરનામું દેખાશે. ઇ કેવાયસીની મંજુરી માટે વિગતો મોકલવા માટે મંજુરી માટે વિગતો મોકલો  ઓપ્શન પર ક્લિક કરવાથી અરજી મંજુરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. મહત્વનું છે કે, આ પદ્ધતિથી સાયલન્ટ/બ્લોક થયેલ રાશનકાર્ડનું પણ ઇ કેવાયસી કરી શકાય છે.

રાશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલા ન હોય તેમણે પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે રૂબરૂ સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પૂરવઠા તંત્રની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.