Abtak Media Google News

ફેસબુકનો એકરાર: ૧.૪ કરોડ પ્રાઈવેટ પોસ્ટ ‘બગ’ના કારણે જાહેર ઈ

ડેટા લીક કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ફેસબુકની વિશ્ર્વસનીયતાને ફટકો પડયો છે. ભારતના કેટલા લોકોના ડેટા લીક યા છે તે મામલે ફેસબુકને આગામી ૨૦મીએ જવાબ આપવા માટેનું ફરમાન થયું છે. તાજેતરમાં જ ફેસબુકે ચીનની મોબાઈલ કંપનીઓ સો ડેટા શેરીંગ મામલે કરાર કર્યા હોવાનો એકરાર યો હતો. પરિણામે ભારત આ મામલે ચિંતીત બન્યું છે. ચીનની કંપનીઓને ભારતના ડેટા ન પહોંચે તે સુરક્ષા માટે જરૂરી છે.

Advertisement

ભારત સરકારને જવાબ દેવા માટે ફેસબુકને તા.૨૦ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. મીનીસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા ફેસબુકને આ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે. થોડા સમય પહેલા કેમ્બ્રિજ એનાલીટીકા સોના કૌભાંડ બાદ ફેસબુકે લોકોની માફી પણ માંગી હતી અને આગામી સમયમાં આવી ભુલ નહીં થાય તેવી ધરપત આપી હતી.

બીજી તરફ ફેસબુકે ટેકનીકલ બગના કારણે ૧.૪ કરોડ પ્રાઈવેટ પોસ્ટ પબ્લિક એટલે કે જાહેર ઈ ગઈ હોવાનો એકરાર પણ કર્યો છે.

વારંવાર ફેસબુકમાં થતી ભુલોના કારણે તેની વિશ્ર્વસનીયતા ખૂબજ ઘટી ગઈ છે. તા.૧૮ થી ૨૭ મે દરમિયાન ફેસબુકમાં બગના કારણે કેટલીક પોસ્ટની પ્રાયવસી બદલાઈ ગઈ હતી. પ્રાઈવેટ પોસ્ટ આપોઆપ પબ્લિક થઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.