Abtak Media Google News

ડિજીટલ મીડિટામાં ડેટા ચોરીને લઈ વડાપ્રધાન મોદી ચિંતીત બન્યા છે. ફેસબૂક અને કેમ્બ્રિજ એનાલીટીકાના હોબાળા બાદ વડાપ્રધાન મોદીએ ડેટા શેરીંગ નિયમન માટે ભારતના લાખો યુઝરોનો ડેટા સાચવવા ભારતમાં જ સર્વર હોવું જોઈએ તેવું ભારતપૂર્વક જણાવતા આઈટી મંત્રાલય દ્વારા આ મુદ્દાને ચર્ચવામાં આવ્યો છે. ગત સપ્તાહમાં સમીક્ષા બેઠક યોજી ભારતમાં સર્વર બનાવવા માટે હિલચાલ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ગુગલ, વોટ્સએપ,ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી ટોચની કંપનીઓના પ્લેટફોર્મ પર કરોડો ભારતીયોનો ડેટા છે. જેને આંતરરાષ્ટ્રીયસ્તરે સર્વરમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે. વધુમાં આ સર્વરના એકસેસી લઈ અન્ય બાબતોની ચોક્કસ માહિતી અમેરિકી કાયદા અને આંતરરાષ્ટ્રીય સંધી દ્વારા નિયંત્રીત યા હોય. સરકાર ઈચ્છે તો પણ જ‚રી પગલા લઈ શકતી ની. આ સંજોગોમાં હવે કરોડો ભારતીયોના ખાનગી ડેટાને સુરક્ષીત રાખવા માટે ભારતમાં જ સર્વર બનાવવામાં આવે તો સરકારનું આ પગલું ઉત્તમ બની રહેશે. વધુમાં ફેસબૂક અને કેમ્બ્રિજ એનાલીટીકાના ભોપાળાને પગલે સરકાર હવે આ મુદ્દાને અગ્રતાક્રમે રાખી આઈટી વિભાગને એલર્ટ કર્યું છે અને લોકોના ખાનગી ડેટા સુરક્ષીત રહે તે માટે પગલા લઈ રહ્યું છે. જેના પર વડાપ્રધાન મોદીની સતત નજર હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. દરમિયાન ફેસબુકના માલીક માર્ક ઝુકરબર્ગે ટવીટ કરી જણાવ્યું હતું કે, ડેટા ચોરી બાદ હવે ફેસબુક સુરક્ષાના તમામ પગલા લઈ રહ્યું છે અને આગામી સમયમાં યોજાનારી ભારતીય ચૂંટણીમાં વિશ્ર્વસનીયતા કેળવવા માટે ફેસબૂક પુરતા પ્રયત્ન કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.