Abtak Media Google News

નેશનલ ચેનલમાં બદનામ કરવાની ધમકી દેવાનો કહેવાતા પત્રકાર સામે નોંધાતો ગુનો

ભાવનગરના વેપારીને બ્લેક મેઇલીંગ કરી રૂ.૫ લાખ પડાવ્યા અંગેની કહેવાતા પત્રકાર સામે ગુનો નોંધાતા પોલીસે બળજબરીથી પૈસા પડાવ્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ટોપ થ્રી સિનેમા નજીક નટરાજ કોમ્પ્લેક્ષના વેપારી સદીશ ગોપાલભાઇ શંકરરામે ભાવનગરના મધુવન પ્લોટમાં રહેતા હિરેન રાજેન્દ્ર સાગઠીયા નામના શખ્સ સામે બ્લેક મેઇલીંગ કરી રૂ.૫ લાખ પડાવ્યા અંગેની ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શદીશ ગોપાલભાઇને મોબાઇલમાં વાત કરી હિરેશ સાગઠીયા નામનો શખ્સ બ્લેક મેઇલીંગ કરી નેશનલ ચેનલમાં સમાચાર પ્રસિધ્ધ કરી બદનામ કરવાની ધાક ધમકી દઇ રૂ.૫ લાખ પડાવ્યા બાદ વધુ પૈસા પડાવવા પ્રયાસ કરતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહેવાતા પત્રકાર હિરેન સાગઠીયા સામે બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.