Abtak Media Google News

‘સેવા’ સંસ્થાના પર્યાય મેગ્સેસે એવોર્ડ વિજેતા ઇલાબહેન ભટ્ટની વિદાય સાથે ગાંધી યુગના એક સાક્ષીની રાષ્ટ્રને ખોટ પડી છે.વર્ષ 2012માં કિલન્ટને એક સમયે સોશ્યલ મીડિયાની પોસ્ટમાં ઇલાબહેન વિષે એવું લખ્યું હતું કે, ‘હું  1995 માં ભારતની એક એવી મહિલાને મળ્યો હતો જે એ વખતે ર0 વર્ષથી ક્રાંતિકારી સેવા પ્રવૃતિમાં જોડાયેા હતા’

Advertisement

ઇલાબહેન ભટ્ટથી હિલેરી કિલન્ટન પણ થયા હતા પ્રભાવીત

અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગઇકાલે 89 વર્ષની ઉંમરે ઇલાબહેન ભટ્ટે વિદાય લઇ લીધી છે. મેગ્સેસે એવોર્ડ વિજેતા સ્વ. ઇલાબહેન ભટ્ટની કિલન્ટન સાથે વર્ષ 2009 માં મુલાકાત થઇ હતી. ઇલાબહેન ભટ્ટની મહિલાઓને પગભર કરવાની પ્રવૃતિથી કિલન્ટન ખૂબ પ્રભાવિત થયા હતા.

સતત પ્રવૃતિઓ વચ્ચે પણ ઇલાબહેન બે કલાક શાસ્ત્રીય સંગીતની રિયાઝ કરતા હતા

1972માં નાના ધિરાણ આપીને જરૂરત મંદ મહિલાઓના જીવનનું સ્તર ઉંચુ લાવવામાં અને આર્થિક રીતે સ્વતંત્ર બનવા પ્રેરક કાર્ય કર્યુ હતું. ‘સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ’(જઊઠઅ) ને નોંધ  માત્ર રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ હતી.

‘સેવા’ના 1.4 લાખ સભ્યમાં દેશની સૌથી વધુ ગરીબ મહિલાઓ પણ છે. આ ઉ5રાંત જેમના પતિ મૃત્યુ પામ્યા હોય, વિકલાંગ થયા પછી છોડી દેવાયા હોય તેવી મહિલાઓને ધિરાણ આપવાથી આવી અનેક મહિલાઓ પગભર થઇને સન્માનપૂર્વક સમાજમાં જીવી રહી છે.

શ્રીમતિ કિલન્ટને તો પોસ્ટમાં એવું લખ્યું છે કે મારા માટે તો ઇલા ભટ્ટ એક આદર્શ મહિલા છે. 46 વર્ષથી ભારતમાં માઇક્રો લોન આપી એક મૂર્તિમંત કાર્ય કર્યુ છે જે માત્ર ભારત માટે જ નહીં સમગ્ર વિશ્ર્વ માટે પ્રેરણાજનક છે.

અત્રેએ પણ ઉલ્લેખનીય રહેશે કે ઇલાબહેને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદ પણ શોભાવ્યું હતું.અમદાવાદમાં રમખાણો વખતે મિલો બંધ હતી અનેક પરિવારો ભૂખમરા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા ત્યારે ‘સેવા’ સંસ્થાએ હજારો ભારે બે રોજગારોને સહાય કરી હતી.

આટલી પ્રવૃતિઓ વચ્ચે પણ ઇલાબહેન ભટ્ટ દરરોજ બે કલાક શાસ્ત્રીય સંગીતની રીયાઝ કરતા હતા. એટલું જ નહીં ‘યોગ’ પણ નિયમિત કરતા હતા, તેમ તેના પૌત્ર રામેશ્ર્વરે એક અહેવાલમાં જણાવ્યું હતું.ગુજરાતની આવા પ્રતિભાશાળી મહિલા ઇલાબહેન ભટ્ટને 1986માં રાજયસભા માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. સંસદમાં મહિલા સ્વરોજગાર આયોગના અઘ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. 2007માં માનવ અધિકાર અને શાંતિને પ્રોત્સાહન આપવા નેલ્સન મેડલા દ્વારા સ્થાપિતા વિશ્ર્વ નેતાઓના જુથ ‘ધ એમેરેટસ’ સભ્ય બન્યા હતા.

પદમશ્રી, પદમભૂષણ જેવા રાષ્ટ્રીય એવોર્ડથી પણ ઇલાબહેન ભટ્ટને નવાજવામાં આવ્યા તે પણ ગુજરાતના ગૌરવ સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.