Abtak Media Google News

ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ મલિંગાના નામે 

ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા શ્રીલંકાના સ્ટાર ઝડપી બોલર લસિથ મલિંગાએ મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા ૨૦૧૧માં ટેસ્ટમાંથી અને ૨૦૧૯માં વન ડેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

મલિંગાએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે વિકેટ લીધી છે તે બતાવી આવી છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, રમતગમત પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. મલિંગાએ કહ્યું કે, છેલ્લા ૧૭ વર્ષમાં મેં જે અનુભવ મેળવ્યો છે હવે મેદાનમાં તેની જરુર નથી કેમકે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હું યુવા પેઢીને માર્ગદર્શન આપતો રહીશ. જે આ રમતમાં સતત આગળ વધવા તૈયાર છે તેના માટે હું હંમેશા મદદ કરવા તૈયાર છું.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ વખત હેટ્રિક લેનારા મલિંગા ટી-૨૦માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. તેમણે આ ફોર્મેટમાં ૧૦૭ વિકેટ ઝડપી છે. લસિથ મલિંગાએ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ૨ વખત હેટ્રિક લીધી છે અને આમ કરનાર મલિંગા એક માત્ર બોલર છે. બ્રેટ લી, ટીમ સાઉધી, થિસારા પરેરા, ફહિમ અશરફ, રાશીદ ખાન, મોહમ્મદ હુસૈન, દીપક ચાહર, એસ્ટોન અગર, અકીલા ઘનંજય, નાથન એલિસ, જેકોબે ટી-૨૦માં એક વખત હેટ્રિક ઝડપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.