Abtak Media Google News

> કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ આપ્યું મહત્વનું નિવેદન
> ઈથનોલ જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગની જરુર
> પરિવહનમંત્રીએ ઇથેનોલ પર વધુ ભાર મુક્યો

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધતો જાય છે. સ્કુટર,કાર,બસ જેવા સાધનોએ લોકોને આકર્ષિત કર્યા છે. ત્યારે હવે આ ઇલેક્ટ્રિક સુવિધામાં વધારો કરવા હવે સરકાર દ્વારા ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક ટ્રેક્ટર અને ઈલેક્ટ્રીક ટ્રક પણ આવશે. ઈલેક્ટ્રીક ટ્રક અને ટ્રેક્ટર વિશેનું મહતવનુ નિવેદન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આપ્યું છે. ત્યારબાદ તેમણે કહ્યું કે કૃષિ અને બાંધકામ સાધનોમાં ઇથેનોલનો ઉપયોગ કરવાના પ્રયાસો ચાલુ છે, ઈથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો હતો.

નીતિન ગડકરીએ વૈકલ્પિક ઈંધણ પર ભાર મુક્યો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘વૈકલ્પિક ઈંધણ એ ભવિષ્ય છે. ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને બસો પછી હવે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને બસો પણ આવશે. હું તેમને ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યો છું. ગડકરીએ પૂણેમાં રાજ્ય સ્તરીય સુગર કોન્ફરન્સ 2022ને સંબોધિત કરતી વખતે આ વાત કહી. જેનું આયોજન વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ પુણે દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ગડકરીએ કહ્યું કે દેશ તેની ઈંધણ અને વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા દર વર્ષે 10 લાખ કરોડ રૂપિયાના પેટ્રોલિયમની આયાત કરે છે. આગામી પાંચ વર્ષમાં આ માંગ વધીને 25 લાખ કરોડ થઈ શકે છે. તેનાથી અર્થવ્યવસ્થા પર અસર થશે.

તેમણે કહ્યું કે ડીઝલ સંચાલિત કૃષિ સાધનોને પેટ્રોલ આધારિત બનાવવા જોઈએ અને ફ્લેક્સ એન્જિનને ઈથેનોલ આધારિત બનાવી શકાય. ગડકરીએ કહ્યું કે બાંધકામ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાં ઇથેનોલનો ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ખાંડના ઉત્પાદનમાંથી ઇથેનોલ તરફ જવાની જરૂર છે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે ખાંડના ઉત્પાદનમાંથી ઇથેનોલ ઉત્પાદન તરફ જવાની જરૂર છે. વિશ્વભરમાં ખાંડની માંગમાં થયેલો વધારો અસ્થાયી છે. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $140 સુધી પહોંચે છે, ત્યારે બ્રાઝિલ શેરડીમાંથી ઈથેનોલ બનાવવાનું શરૂ કરે છે. તેનાથી ભારતમાંથી ખાંડની માંગ વધે છે. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને $70 થી $80 પ્રતિ બેરલ પર આવે છે, ત્યારે બ્રાઝિલ ખાંડનું ઉત્પાદન કરવાનું શરૂ કરે છે. તેમણે કહ્યું કે જ્યારે ક્રૂડ ઓઈલ સસ્તું હોય છે ત્યારે ખાંડના ભાવ પણ ઝડપથી નીચે આવે છે.

અજિત પવારે પુણેમાં ઇથેનોલ પંપ લગાવવા વિનંતી કરી

કાર્યક્રમમાં ગડકરીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પુણેમાં ઇથેનોલ પંપ સ્થાપિત કરવા વિનંતી કરી હતી જેથી કરીને તે ખેડૂતને ઉપલબ્ધ કરાવી શકાય. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યના ખાંડ ઉત્પાદકો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે માર્કેટ રિસર્ચ માટે આપણે બ્રાઝિલને ફોલો કરવું પડશે. બ્રાઝિલ સર્વે કરે છે અને તે મુજબ વર્ષમાં એક પાક પસંદ કરે છે. સમય બદલાઈ રહ્યો છે અને આપણે ટેકનોલોજી અપનાવવી જોઈએ. ઇથેનોલ ભવિષ્ય હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.