Abtak Media Google News

શારીરિક રીતે અસક્ષમ બે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું

માર્ચ-2022માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. ચાલુ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવતા વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશખુશાલ થઇ ગયા છે. વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.51 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સુબીર, છાપી અને અલારસા કેન્દ્રનું 100 ટકા પરિણામ જ્યારે સૌથી ઓછું ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા પરિણામ આવ્યું છે. પરિણામ સારૂં આવતા રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં આનંદનો માહોલ ફેલાયો છે. આજે સવારથી જ સ્કૂલોમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓએ શ્રેષ્ઠ પરિણામની ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.

Vlcsnap 2022 06 04 13H31M06S037

ગુજરાતનું ધોરણ12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 86.99 ટકા જાહેર થયું છે.જેમાં રાજકોટ કેન્દ્રનું 88.72 ટકા પરિણામ આવ્યું છે.મહત્વની બાબત એ છે કે રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ખાનગી શાળાઓ દ્વારા શ્રેષ્ઠ રેકોર્ડબ્રેક પરિણામ હાથ ધરાયુ છે.જેમાંની ધોળકિયા સ્કૂલનું પરિણામેં ઇતિહાસ સર્જ્યો છે. ધોળકિયા સ્કૂલના તારલાઓએ બોર્ડ ની અંદર ઈતિહાસ સર્જ્યો છે.4 વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ,40 વિદ્યાર્થી ટોપ ટેનમાં તેમજ બે વિશિષ્ટ વિદ્યાર્થી સ્મિત ચાંગેલા અને વંદિતા જોશીએ ઇતિહાસ સર્જ્યો છે. વિશિષ્ટ બે વિદ્યાર્થીઓના પરિણામ થી આજે સમગ્ર શહેર અને રાજ્યની અંદર દાખલો બેઠો છે. બોર્ડના પરિણામમાં તેઓએ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બંને વિશિષ્ટ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતા મિત્રો અને ધોળકિયા સ્કૂલના ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો છે.સ્કૂલ દ્વારા તેમને સતત પ્રોત્સાહિત રાખવામાં આવતા હતા અને દરેક વિષયમાં તેમની પાછળ 100 ટકા મહેનત કરવામાં આવતી હતી ત્યારે આજે આ પરિણામ તેઓ લઈને આવ્યા છે.

માતા-પિતા, મિત્રો અને ધોળકિયા સ્કૂલના ગુરુજનોની મારી પાછળની મહેનત રંગ લાવી:સ્મિત ચાંગેલા

Vlcsnap 2022 06 04 13H30M21S309

ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી સ્મિત ચાંગેલાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિણામ આવ્યા બાદ મને ખુબ ખુશી થાય છે.મારા માતા-પિતા મિત્રો અને ધોળકિયા સ્કૂલના ગુરુજનોની મારી પાછળની મહેનત રંગ લાવી છે અત્યારે હું સફળતાના ટોચે પહોંચ્યો છું.બોર્ડના પરિણામ 99.97 પીઆર, 96 પર્સન્ટેજ, હેન્ડી કેમ્પમાં બોર્ડમાં પ્રથમ આવ્યો છું,ઓલ ગુજરાતમાંથી બોર્ડમાં ત્રીજો  આવ્યો છું. ધોળકિયા સ્કૂલ દ્વારા જે મારી પાછળ મહેનત કરવામાં આવી છે તેમની આ સિદ્ધિ મળી છે.

સ્કૂલના ગુરૂજનો તરફથી હંમેશા પ્રોત્સાહન ભર્યું વાતાવરણ મળ્યું છે :વંદિતા જોશી

Vlcsnap 2022 06 04 13H30M39S120

ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીની વંદિતા જોશીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,ધોળકિયા સ્કૂલ તરફથી મને ખૂબ જ સ્પોર્ટ મળ્યો છે. શારીરિક અસ્ક્ત હોવાનો મને કોઈ દિવસ અહેસાસ થવા દીધો નથી.આજે પરિણામ જાહેર થયું અને મને ખુબ ખુશી થઇ છે કે મેં જે મહેનત કરી હતી. તેનું આ પરિણામ આવ્યું છે.બોર્ડના પરિણામમાં મારે 98.82 પીઆર આવ્યા છે.

પરિક્ષા પૂર્વે પિતાનું અવસાન છતાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું

Img 20220604 Wa0033

બોર્ડ પરીક્ષામાં પેપરના આગળના દિવસે પિતાનું અવસાન થયેલ છતા તેઓ અંતિમવિધિ પૂર્ણ કરીને બોર્ડ પેપર આપવા ગયેલ અને સારા માર્ક સાથે પરિણામ મેળવેલ આવી કઠિન પરિસ્થિતિમાં તેનું મનોબળ જાળવી રાખ્યું હતુ. તેમ ું: ગીણોયા વિરલ રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું.

શ્રેષ્ઠ પરિણામ સાથે ધોળકિયા સ્કૂલના તારલાએ રંગ રાખ્યો : કૃષ્ણકાંતભાઈ ધોળકિયા

Vlcsnap 2022 06 04 13H30M10S677

ધોળકિયા સ્કૂલના ડાયરેક્ટર કૃષ્ણકાંતભાઈ ધોળકિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બોર્ડના તમામ પરિણામોમાં ટોચ પર રહે છે ધોળકિયા સ્કૂલ એ પરંપરા આ વર્ષે પણ અવિરત ચાલુ રાખી છે.બે વર્ષ નબળા ગયા ત્યારે મનમાં થોડો સંકોચ થયો હતો કે ક્યાંક પરિણામ નબળું આવશે પરંતુ ધોળકિયા સ્કૂલના તારલાવે રંગ રાખ્યો છે. દિવસ-રાતની મહેનત શિક્ષક અને વિદ્યાર્થી ઓની રંગ લાવી છે. બે વર્ષના ખરાબ સમયે હોવા છતાં પણ દ્રઢ મનોબળ સાથે વિદ્યાર્થીઓને ગુરુજનનો સાથ મળ્યો છે. અને તેમના પરિણામને ઊચું લાવવા તેઓએ અથાગ મહેનત તો કરી છે. ધોળકિયા સ્કૂલના 4 વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ,40 વિદ્યાર્થી ટોપ ટેનમાં તેમજ બે વિશિષ્ટ વિદ્યાર્થી સ્મિત ચાંગેલા અને વંદિતા જોશીએ ઇતિહાસ સર્જ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.