Abtak Media Google News

એ.કે. ઇન્સ્ટીટયુટ અને વરટેકસ સ્ટુડિયોના સંયુકત ઉપક્રમે રાજકોટના આંગણે આગામી શનિવારે ‘ફેશન વીથ ફેઇમ’ ફેશન શોના ઓડીશનનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત, વડોદરા, અમદાવાદ, કચ્છ અને કચ્છ ખાતે યોજવામાં આવેલ ઓડીશનમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વીનરને શોર્ટ ફિલ્મ વેબસીરીઝ, સીલ્વર કોઇન અને વ્યકિતગત ટ્રેનિંગ આપવામાં આવશે. તેમ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા કોમલ સેલારકા, અભિષેક કારિયા, વિક્રમ લાઠીયાએ જણાવ્યું હતું.

તેઓએ ફેશન શો ઓડીશન અંગે વધુમાં કહ્યું હતું કે વેન્યુ પાર્ટનર રેસ્ટ્રો-પપ કાફે રહ્યું છે. રાજકોટ ખાતે યોજાનાર ઓડીશનના જજ તરીકે વિષય નિષ્ણાંત કે થ્રી ઇવેન્ટ એનડ મુવી દુબઇના કોમલ સેલારકા, અભિ ફિલ્મસ એન્ડ પ્રોડશન એન્ડ ઇવેન્ટ મેનેજમેનટના અભિષેક કારિયા, ડાન્સ કોરીયોગ્રાફર વિક્રમ લાઠીયા તથા એકટર, મોડલ આકાંક્ષા ચૌહાણ સેવા બજાવશે. આ ઓડીશનમાં વધુને વધુ લોકો જોડાય તેવો અનુરોધ કર્યો છે.

ઓડીશન રજીસ્ટ્રેશન માટે મો. નં. 90332 02316/ 81413 93973 નોસંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.