Abtak Media Google News

નોરતા આવતાની સાથે જ લોકો ઉપવાસ કરવાનું શરુ કરી દેતા હોય છે તો તેમા નવ દિવસ સુધી અવનવી વાનગી માટે તમને ગમે અને ભાવે તેવી આ એક વાનગી છે જે તમને ચોક્કસ ગમશે.

  • સામગ્રી :
  • – ૧૦૦ ગ્રામ મોરિયો
  • – ૨ બટાકા
  • – ૧૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  • – ૨૦૦ ગ્રામ તેલ
  • – ૧૦૦ ગ્રામ શિંગોડાનો લોટ
  • – ૧૦ લીલા મરચા
  • – કાળી મરી
  • – લવિંગ
  • – લાલ મરચું.
  • – કોથમીર ઝીણી સમારેલી
  • – મીઠું સ્વાદનુસાર

રીત :

મોરીયાને સાફ કરીને બે કલાક માટે પલાળવા મુકો પછી મિક્સરમાં બારીક વાટી લો. બટાકાને બાફીને છોલી લો. તેને મસળી નાખો એક કઢાઇમાં પચાસ ગ્રામ તેલ નાખીને ગરમ કરો. જીરું અને લીલા મરચાને નાખી તતડવા દો. હવે મોરિયાની પેસ્ટ ના ઘીમાં બટાકાની પેસ્ટ અને બધી સામગ્રી નાખી દો. ઠંડુ થાય ત્યારે મોટા આકારના ગોટા બનાવી લો. હવે રાજગરાના અને શિંગોડાના લોટમાં થોડું મીઠું અને એક નાની ચમચી તેલ નાખીને પૂરીને લોટ બાંધી લો, નાની નાની બોઇ બનાવી તેની પૂરી વણો, દરેક પૂરીમાં મિશ્રણનાં ગોટાને મુકી કચોરીનો આકાર આપી તળી લો. તમારી મજેદાર કચોરી તૈયાર છે ગરમા-ગરમ કચોરી સોસ કે ચટણી સાથે પરોસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.