Abtak Media Google News
  • રોંગ સાઇડમાં સાઇડ કાપવા જતા સામેથી આવતા મોબાઇલમાં મશગુલ યુવક સાથે બાઇક અથડાયને પટકાતા બંને ઝોંટામાં આવી જતા સર્જાયો અકસ્માત
  • પ્રજાપતિ પરિવારમાં એક સાથે બેના મોતથી પરિવારમાં આક્રંદ

    Father And Son Die After Tanker Hits Bike
    Father and son die after tanker hits bike
Father And Son Die After Tanker Hits Bike
Father and son die after tanker hits bike

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સંતકબીર રોડ પર નાલા નજીક રામાપીરના મંદિર પાસે વહેલી સવારે પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં સદ્ગુરૂ રણછોડનગર-2માં રહેતા પિતા-પુત્રનું મોત નિપજતા પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

Advertisement
Father And Son Die After Tanker Hits Bike
Father and son die after tanker hits bike

પોલીસમાંથી શહેરમાં સામા કાંઠે વિસ્તારમાં આવેલા સંતકબીર રોડ પર સદ્ગુરૂ રણછોડનગર-2માં શેરી નં.4માં રહેતા શૈલેષભાઇ મગનભાઇ પરમાર નામના 45 વર્ષીય પ્રૌઢ અને તેનો પુત્ર અજયભાઇ નામના 20 વર્ષીય યુવાન સહિત બંને બાઇક લઇને સવારે કામ અર્થે સંતકબીર રોડ નાલા નજીક રામાપીરના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટેન્કરની રોંગ સાઇટમાં બાઇક ચાલક સાઇડ કાપી રહ્યો હતો ત્યારે સામેથી રાહદારી મોબાઇલમાં મશગુલ હોવાથી તેની સાથે બાઇક અથડાયને ટેન્કરના પાછળના ઝોટામાં આવી જતા અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ બી-ડિવીઝન પોલીસ મથકના સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. મૃતકોનું પી.એમ. કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શૈલેષભાઇ પરમાર મજૂરી કામ કરે છે. સંતાનમાં બે પુત્ર અજયભાઇ અને દિપભાઇ તેમજ એક પુત્રી છે. અજયભાઇ હજીરા ખાતે લાર્સન એન્ડ ટુર્બો કંપનીમાં ત્રણ માસથી ઇજનેર તરીકે ફરજ બજાવે છે. પરિચીતને ત્યાં લગ્ન હોવાથી પ્રસંગમાં આવ્યો હતો. આજે સવારે પિતા-પુત્ર કામ અર્થે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.