Abtak Media Google News

મહામારીના ભરડામાંથી દેશને બચાવવા હજુ ચાર અઠવાડિયાના ક્રમશ: લોકડાઉનની ધારણા: વાયરસના સંક્રમણના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય: લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર સજ્જ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. જો કે, કોરોના વાયરસનું સંક્રમણ રોકવા આ ૨૧ દિવસ પુરતા ન હોવાનું ફલીત થઈ રહ્યું છે. વર્તમાન સમયે કોરોનાથી સંક્રમીત લોકોની સંખ્યા સતત વધી રહી છે. મોતના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં જો કોરોના વાયરસથી મોતની સંખ્યા ૫૦૦થી વધી જશે તો સરકાર વધુ આકરા પગલા લઈ શકે તેવી ભીતિ છે. આવા સંજોગોમાં લોકડાઉન શ્રેષ્ઠ ઉપાય હોવાથી સરકાર હજુ લોકડાઉનના દિવસો વધારે તેવી વકી છે. વાયરસને રોકવા માટે સરકારે લીધેલા ૨૧ દિવસના લોકડાઉનના પગલા પુરતા ન હોવાનું સતત વધી રહેલા કેસ પરથી ફલીત થાય છે. લોકડાઉન વધશે તો સામાન્ય-ગરીબ વર્ગ માટે રાહત પેકેજ પણ વધશે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. તાજેતરમાં સરકારે લોકડાઉનમાં જરૂરીયાતમંદ લોકોને મુશ્કેલી ન ઉભી થાય તે માટે પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતો, વિધ્વાઓ અને નિરાધારના બેંક ખાતામાં સીધા નાણા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારકોને અનાજ અપાઈ ગયું છે. અલબત હજુ પણ જો દેશમાં ઉદ્યોગ ધંધા બંધ રાખવામાં આવશે તો દ્વિતીય રાહત પેકેજ મળે તેવી અપેક્ષા પણ છે. સરકાર કોરોના વાયરસના સંક્રમણ બાબતે કોઈપણ જાતની બેદરકારી દાખવવા માંગતા નથી. પરિણામે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કેસની સંખ્યા નિયંત્રીત છે. જો કે, કેટલાક બેખૌફ લોકોના કારણે અત્યાર સુધીમાં અણધાર્યા પરિણામો આવી રહ્યાં છે.

સરકારે લોકડાઉન પછીની સ્થિતિને ઘ્યાને રાખીને ઝડપથી જનજીવન થાળે પાડવા માટે અને લોકાડાઉનની અસર ઓછી કરવા માટે અનેક વિવિધ યોજનાઓની અને આર્થિક સર્વેની કવાયત હાથ ધરી છે. પરંતુ હજુ સુધી કોઇ વસ્તુ સંપૂર્ણ નિર્ણાયાધીન કરવામાં આવી નથી તેમ સરકારના વરિષ્ઠ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

૧પમી એપ્રિલથી લોકડાઉન સંપૂર્ણપણે હટાવી લીધા બાદની પરિસ્થિતિ પર તેના આધારીત મુદ્દાઓ પર સરકાર પુરેપુરુ ઘ્યાને આપી રહી છે. રાહત પેકેજ આપવાનું વિચારી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયું નથી. ભોગવેલી હાડમારીની અસર ઓછી થાય તે માટેના પગલાઓ માટે કેટલાંક માપદંડો સ્વીકારવાની જરૂરીયાત હોવાનું સૂત્રોએ જણાવાયું છે જો કોઇપણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે તો આ લોકડાઉન પછીનો લગાતાર સરકાર દ્વારા અપાનાર ૩જી મોટી રાહત હશે કે જે કોરોના વાયરસના સંક્રમણ અટકાવવાની પડકારજનક સ્થિતિમાં લેવાયો હતો. ર૪મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યા પહેલા એકાદ કલાક પૂર્વે જ નાણામંત્રી નિર્મલા સીતારામને કરદાતા અને વેપારીઓ માટે અનેક વિવિધ રાહતોની  ઘોષણ કરી હતી. ત્યારપછી બે દિવસ પછી અસરગ્રસ્તો માટે ૧.૭ લાખ કરોડના રાહત પેકેજની શ્રીમતિ સીતારામને જાહેરાત કરી હતી.

‘બે-ખૌફ’ લોકોની બેવકૂફી પણ સરકાર માટે ચિંતાજનક

દેશમાં કોરોના વાયરસના વધેલા કેસ પાછળ કેટલાક બેખૌફ લોકોની બેવકુફી કારણભૂત હોવાનું ફલીત થાય છે. દેશમાં મોટાભાગના લોકોએ લોકડાઉનનું પ્રચંડ સમર્થન કરી ઘરમાં રહેવાનો નિર્ધાર કર્યો હતો પરંતુ ધાર્મિકતામાં આંધળા બનેલા એક ચોક્કસ વર્ગના કારણે દેશમાં પોઝિટીવ કેસની સંખ્યા એકાએક બે ગણી થવા પામી છે. આ વર્ગના લોકોએ ઠેર-ઠેર વાયરસનું સંક્રમણ લગાવ્યું હોવાની ભીતિ છે. પરિણામે આગામી સમયમાં વધુ પોઝિટીવ કેસ સામે આવે તેવી ધારણા છે. હવે લોકડાઉન થોડા દિવસમાં હટશે તેવું કેટલાક લોકો વિચારી રહ્યાં છે. જો આ રીતે વિચારીએ તો પણ હવે વધુ બેખૌફ લોકોની બેવકુફી સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે. અત્યાર સુધીમાં સરકારે લીધેલા પગલા ઘણા અસરકારક બનેલા છે પરંતુ અમુક લોકોની બેદરકારી વાયરસનો વિસ્તાર વધારી રહી છે. ઘણા લોકોએ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ છુપાવી હોવાથી હોસ્ટ શોધવા મુશ્કેલ બની રહ્યાં છે. ભારતના મેડિકલ ક્ષેત્રની સાંપ્રત પરિસ્થિતિ જોતા એ વાત ફલીત થઈ રહી છે કે, કેટલાક બેકુફોએ દેશ આખાને જોખમમાં મુકી દીધો છે.

મેલેરિયાની દવાની નિકાસ ઉપર પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને કોરોના સંક્રમણના ઉપચાર માટે અસરકારક સાબિત થઈ રહેલી મેલેરીયા વિરોધી હાઈટ્રોકસી કલોરોકોઈનની નિકાસ પર ભારતમાં પ્રતિબંધ છે. ત્યારે આ પ્રતિબંધને હળવા કરવાની ડોનાલ્ડ ટ્રમ્પે વિનંતી કરી છે. શનિવારે મોદીએ જણાવ્યું હતુ કે ટ્રમ્પે અમેરિકાને દવા મોકલવાનું ભારતને જણાવ્યુંહતુ તેની પર ભારત ગંભીરતાથી વિચારી રહ્યું છે. ભારતે અગાઉ મેલેરીયા વિરોધી દવાના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકયો હતો અને તેનું નિયંત્રણ અગ્રતાના ધોરણે જાળવવાનું નકકી કર્યું હતુ. આ દવાની દેશમાં અછત ન સર્જાય તે માટે સરકારે આ પગલા લીધો હતો. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુંહતુ કે અમેરિકા એક માત્ર દેશ નહિ કે જે ભારતમાંથી દવાઓ મંગાવવા આતુર છે. વિશ્ર્વના અનેક દેશો ભારતમાં મોટાપાયે ઉત્પન્ન થતી હાઈડ્રોકસીફલોરીકવાઈન દવા માટે લાઈનમાં ઉભા છે.સરકાર ખરીદારોની માંગ માલ પૂરવઠો પહોચાડવાની દિશામાં વિચારી રહી છે. માત્ર ટેસ્ટીંગ કિટ જ નહિ અન્ય બે ત્રણ વસ્તુઓની પણ માંગ વધી છે. પ્રથમ ભારતની હાઈડ્રોકસીન કવાઈનની ઉત્પાદકતાની ક્ષમતા, બીજાુ આપણી જરૂરીયાત જેવી બાબતોને ધ્યાને રાખી અમેરિકાના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને સોનિયા ગાંધીને વિશ્ર્વાસમાં લેવા સરકારની ક્વાયત

મહામારી સામે લડવા માટે આગામી સમયમાં લોકડાઉન લંબાય તેવી શકયતા છે. જેથી સરકારે પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટીલ સહિતના પૂર્વ રાષ્ટ્રપતિ, મનમોહનસિંહ અને દેવ ગૌડા સહિતના પૂર્વ વડાપ્રધાન તેમજ વિપક્ષના ધુરંધર નેતા સોનિયા ગાંધી સહિતનાને વિશ્ર્વાસમાં લેવા કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ, અખિલેશ યાદવ, તૃણમુલ કોંગ્રેસના ચિફ તથા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઓરીસ્સાના નવીન પટનાયક, સાઉથના કે.સી.આર., એમ.કે.સ્ટાલીન અને પ્રકાશસિંગ બાદલ સહિતના નેતાઓ સાથે પણ સંપર્કમાં રહેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આગામી સમયમાં લોકડાઉન લંબાય તેવી સ્થિતિ છે. જેથી લોકોના પ્રતિનિધિઓ આ સંદેશો યોગ્ય રીતે પહોંચાડે તે જરૂરી છે. સરકારે કલાકારો અને ક્રિકેટરોનો સંપર્ક પણ સાધ્યો છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળે છે. બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન પાસેથી પણ દેશના અર્થતંત્રને લગતી કેટલીક સલાહ સુચન માંગવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

કોરોના સામે સમયનો વેડફાટ અમેરિકાને ભારે પડયો

કોરોના વાયરસનું સંક્રમણ જાન્યુઆરી મહિનાથી જોર પકડવા લાગ્યું હતું. ચીનમાં વાયરસે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ચીને લોકડાઉન સહિતના કડક પગલાની અમલવારી કરાવી વાયરસને કાબુમાં લીધો હતો. વાયરસ ફેલાવા લાગતા ઈટાલી, સ્પેન, ઈરાન અને ભારત સહિતના દુનિયાભરના દેશોએ કડક લોકડાઉનનો પ્રારંભ કર્યો હતો. જો કે, અમેરિકાએ આ મામલે થાપ ખાધી છે. અમેરિકાને એક તરફ અર્થતંત્ર ડામાડોળ ન થાય તેની ચિંતા છે બીજી તરફ લોકોના જીવ પણ બચાવવા છે. બન્ને હાથમાં લાડવો રાખવાની નીતિ અમેરિકાને ભારે પડી છે. જાન્યુઆરી મહિનામાં અમેરિકા સજ્જડ લોકડાઉન કરી સંક્રમણને અટકાવી શકવા સક્ષમ હતું. જો કે હવે લાખો લોકો સંક્રમણના શિકાર બની ચૂકયા છે. પરિણામે લાખો લોકોના મોત નિપજી શકે તેવી દહેશત છે. આર્થિક રીતે પાયમાલ ન થવાય તેની ચિંતામાં અમેરિકાના તંત્રએ લાખો લોકોના જીવ પર જોખમ લીધુ છે. ભારત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં પોતાની મર્યાદાઓ સમજી યોગ્ય સમયે લોકડાઉનની અમલવારી કરાવી હતી. આવું અમેરિકા કરી શક્યું નથી પરિણામે માઠા પરિણામો ભોગવવા પડી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.