Abtak Media Google News
  • ભાજપના કાર્યકરોને રાઉન્ડઅપ કરવા પોલીસ કમીશનરને વિનંતિ કરતા ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા
  • કાલે દિલ્હીના મુખ્યમંત્રી બપોરે 2:15 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચશે બાદમાં બેઠકોનો દોર શરૂ થશે  આગેવાનો- કાર્યકરોમાં જુસ્સાનો માહોલ

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે ત્યારે કાલે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે જાહેરસભાને સંબોધવા આવી રહ્યા હોય ‘આપ’ના આગેવાનો-કાર્યકરોમાં જોમ-જુસ્સો છવાયો છે. જેને લઇ આજરોજ આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવતીકાલે રાજકોટના પ્રવાસે આવનાર કેજરીવાલ પર યુવા ભાજપના ગુંડા કાર્યકતાઓ હિસંક હુમલો કરે તેવો આમ આદમી પાર્ટીને ભય છે.

પત્રકાર પરિષદ સંબોધતા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકરો પર સીતમ ગુજારી રહી છે. ગુજરાતમાં ભાજપની દમનકારી નીતિ સામે અવાજ ઉઠાવવા આપના કાર્યકરો પૂરી તાકાતથી લડત આપશે. કાલે કેજરીવાલજી જયારે રાજકોટના પ્રવાસે આવવાના હોય ભાજપના યુવા કાર્યકરો કે જેઓ ગુંડાગિરી કરે છે તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  પર હુમલો કરે તેવી અમને આશંકા છે જેને લઈને અમારી પાર્ટી દ્વારા રાજકોટના પોલીસ કમિશ્નરને ચુસ્ત બંદોબસ્ત આપવાની વિનંતી કરી છે. પોલીસ કમિશ્નરે પણ આ બાબતે અમોને હકારાત્મક જવાબ આપ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, કેજરીવાલ બપોરે 2.15 કલાકે રાજકોટ એરપોર્ટ ઉતર્યા બાદ સીધા હોટલ ઇમ્પીરીયલ ખાતે વિવિધ સંસ્થાઓનાં આગેવાનો, ઉદ્યોગકારો, તબીબો અને મળવા માંગતા સંગઠનો સાથે મીટીંગ કર્યા બાદ સાંજે 7 કલાકે શાસ્ત્રીમેદાન ખાતે જંગી જાહેરસભાને સંબોધન કરશે.કાલે જયારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ પધારવાના હોય, તો માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટના કાર્યકતોઓમાં જુસ્સાનો માહોલ છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યા બાદ હોટલ ઇમ્પીરીયલ ખાતે બેઠકનો દોર થશે. સાંજે 7 કલાકે શાસ્ત્રીમેદાનમાં જંગી જાહેરસભાને સંબોધન બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે રાત્રિ રોકાણ કરી દિલ્હી પરત જવા રવાના થશે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રાજકોટ મુલાકાતનાં પગલે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં નવો જોમ-જુસ્સો જોવા મળી ર હ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.