Abtak Media Google News

મુંબઇ સામે કલકત્તાનો 52 રને વિજય : કલકત્તાના પેટ કમિન્સની ત્રણ વિકેટ ટીમને વિજય અપાવવામાં અત્યંત મદદરૂપ નીવડી

મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે અત્યંત રોમાંચક મેચ રમાયો હતો જેમાં મુંબઈએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કલકત્તાની ટીમે નવ વિકેટ ગુમાવી 165 રન નોંધાવ્યા હતા જેમાં ટીમ તરફથી વેંકટેશ્વર અને નીતીશ રાણાએ અત્યંત આક્રમક રમત રમી હતી.

તો સામે બુમરાએ પણ પોતાનો ખતરનાક સ્પેલ નાખી પાંચ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી જ્યારે એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ આ મેચ જીતી જશે અને કલકત્તા માટે પ્લેઓફમાં પહોંચવાનું ખૂબ કઠિન બનશે પરંતુ તે શક્ય ન બન્યું અને કલકત્તા મુંબઈ સામે 52 રને જીતી ગયું. 166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ની શરૂઆત પણ ખૂબ જ ધીમી રહી હતી અને કલકત્તા તરફથી રમી રહેલા પેટ કમિન્સ એ એક જ ઓવરમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી મેચનું પરિણામ કલકત્તા તરફી લાવી દીધું હતું અને મુંબઈનો 52 રને પરાજય થયો હતો. કલકત્તાની આજી તેમને તેઓ સુધી પહોંચાડશે કે કેમ તે આવનારો સમય જણાવશે કારણકે હવે કલકત્તા પાસે માત્ર બે મેચ જ બાકી છે અને તેમાં હાલ કલકત્તા દશાંશ સાથે પોઇન્ટ ટેબલમાં નજરે પડી રહ્યું છે.

કલકત્તા તેના બાકી રહેલા બે મેચ જીતે તો પણ તેનો પોઇન્ટ ટેબલમાં તેમના પોઇન્ટ 14 અંક થાય તો સામે હજી અન્ય ટીમો ના પણ મેચ ઘણાખરા બાકી છે ત્યારે કલકત્તા માટે તેઓમાં પહોંચવું ખૂબ જ કઠિન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.