Abtak Media Google News

26મીએ દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી શકયતા,ભારે વરસાદ પાડવાની પણ સંભાવના: કોસ્ટગાર્ડ સહિત ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય પર

બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું તોફાન આજે ચક્રવાતી વાવાઝોડામાં બદલાઈ શકે છે. જો તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય છે, તો તેનું નામ યાસ રાખવામાં આવશે. ઓમાને તેનું નામ નક્કી કર્યું છે. આ બાબતે પૂર્વ કિનારે બચાવ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આને કારણે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને અંદમાન અને નિકોબારમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાની અસર સૌથી વધુ બંગાળ અને ઓરિસ્સા પર પડશે. જ્યારે, અંદમાન અને નિકોબાર અને પૂર્વ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આનાથી પૂરનું જોખમ પણ આવી શકે છે. અહીં, ઓરિસ્સા સરકારે વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તેના 30 થી 40 જિલ્લાઓને એલર્ટ જાહેર કર્યા છે.ગુરુવારે હવામાન વિભાગે કહ્યું હતું કે 22 મે ના રોજ બંગાળની ખાડીના પૂર્વીય મધ્ય ભાગ પર નીચા દબાણવાળા ક્ષેત્ર બનશે, જે ચક્રવાતી વાવઝોડામાં ફેરવાઈ શકે છે.

26 મે ના રોજ ઓરિસ્સા-પશ્ચિમ બંગાળના કાંઠે વાવાઝોડું ત્રાટકી શકે છે. કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર રિલીફ ટીમ, ઇન્ફ્લેટેબલ બોટ્સ, લાઇફબોય અને લાઇફજેકેટ, સાથે ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય પર રાખવામા આવેલ છે. પોર્ટ ઓથોરિટી, ઓઇલ રિગ ઓપરેટર્સ, શિપિંગ- ફિશરીઝ ઓથોરિટી અને ફિશરમેન એસોસિએશનને વાવાઝોડા વિશે માહિતી આપવામાં આવી છે.પૂર્વી કિનારા પર માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડ ડોર્નીયર એરક્રાફ્ટ અને જહાજો પણ દરિયામાં કામ કરતા માછીમારોને હવામાનની માહિતી જણાવી રહ્યા છે.

આ ઉપરાંત તેમને નજીકના બંદરે પાછા ફરવા સૂચના આપવામાં આવી રહી છે. ઈંઈૠ તરફથી નજીકના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બંદરો પર હાજર લોકોની માહિતી રાખવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રએ 5 રાજ્યો માટે જાહેર કરી ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં ઇમરજન્સી કમાન્ડ સિસ્ટમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને કંટ્રોલ રૂમ તાત્કાલિક એક્ટિવ કરો. નોડલ ઓફિસરની તહેનાત કરો અને તેના સંપર્કની વિગતો આરોગ્ય મંત્રાલયને ઉપલબ્ધ કરાવો. દરિયાકાંઠાના રાજ્યોના તમામ જિલ્લાઓમાં હોસ્પિટલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજના શરૂ કરો.

યાસનું ઓરિસ્સામાં “યશ”: પારાદીપમાં દરિયો બન્યો ગાંડોતુર

આ જિલ્લાઓની હોસ્પિટલોમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે પણ તૈયારીઓની સમીક્ષા કરવી જોઇએ. જે વિસ્તાર વાવાઝોડાના રસ્તામાં આવી રહ્યા છે ત્યાં આવેલા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોથી દર્દીઓને ઉંચાઈવાળા વિસ્તારોની મોટી હોસ્પિટલોમાં સ્થળાંતર કરવા માટેની એડ્વાન્સ પ્લાન તૈયાર કરો. કોવિડ મેનેજમેન્ટ માટે મોનિટરિંગ એકમ, હેલ્થ ટીમોને પણ મહામારી ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી-ખાંસી જેવા રોગો માટે પણ તૈયાર રાખવી જોઈએ. કોવિડ સેન્ટરો સહિત વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં પૂરતો મેનપાવર હોવો જોઈએ. આ બધા કેન્દ્રો સંપૂર્ણ કાર્યરત હોવા જોઈએ. મેનપાવરની કમી અસરગ્રસ્ત ન હોય તેવા જિલ્લાઓમાંથી પૂર્ણ કરવામાં આવે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં હોસ્પિટલો, લેબ્સ અને વેક્સિન કોલ્ડ ચેઇન, ઓક્સિજન ઉત્પાદન એકમો અને અન્ય સહાયક મેડિકલ સુવિધાઓમાં પૂરતા પ્રમાણમાં પાવર બેકઅપ હોય. આ ઉપરાંત આ હોસ્પિટલોમાં વીજળી અને પાણી સહિતનો પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. ભારે પવન અને ભારે વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ શકે છે. ઈમરજન્સીને ધ્યાનમાં લેતા આવશ્યક દવાઓનો સ્ટોક અગાઉથી એકત્રિત કરો. કલોરિન ગોળીઓ, બ્લીચિંગ પાવડર અને કોરોનાની સારવાર માટે અન્ય દવાઓ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. આ પગલાં કોવિડ અને નોન કોવિડ બંને હોસ્પિટલો માટે જરૂરી છે.

                                               આ પણ વાંચો 

યાસ વાવાઝોડાના આગમન પહેલા પૂર્વીય મેદિનીપુર જિલ્લાના દીઘા વિસ્તારને ખાલી કરી દેવાયો

“યાસ”નું દક્ષિણી તટ પર “યશ”: ક્યાં પહોંચ્યું આ વાવાઝોડું, ક્યાં રાજ્યમાં કેવી સ્થિતિ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.