Abtak Media Google News

તાઉતે વાવાઝોડા બાદ ‘યાસ’ વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. યાસ વાવાઝોડાનું પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ છે. હવામાન વિભાગ (IMD)એ 24 કલાકની અંદર વાવાઝોડામાં તીવ્ર ફેરવાશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, યાસ વાવાઝોડાને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠાળ વિસ્તારોમાં આજે ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.

ઓડિશા સરકારે યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળની સરહદ બાલાસોર જિલ્લામાં બચાવકર્મીઓની એક મોટી ટુકડી મોકલી છે. વિશેષ રાહત કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ તરફથી મળેલી માહિતીના આધારે ઓડિશા સરકાર રાજ્યમાં વાવાઝોડાના આગમન જોતાં તમામ પગલાં લઈ રહી છે. જેનાએ જણાવ્યું હતું કે, યાસ બે થી 4. 5 મીટરની ઉચી લહેરો ઉઠી રહી છે જેને જોતા નીચાણવાળા વિસ્તારોવાળા લોકોને સલામત સ્થળે ખસેડવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

‘યાસ’ના ખતરા સામે ખાખીએ બાયો ચડાવી, વૃદ્ધાને કાવડમાં બેસાડી કરાવ્યું સ્થળાંતર, પોલીસનો વીડિયો થયો વાયરલ

ઓડિશાના મયૂરભંજ જિલ્લા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગના જિલ્લામાં પવનની ગતિ 100-120 કિ.મી પ્રતિ કલાકથી વધીને 145 કિ.મી પ્રતિકલાકની હોઈ શકે છે. ઓડિશાના પુરી, કટક,ખુર્દા અને જાજપુર જિલ્લા તથા પશ્ચિમ બંગાળના ઝારગ્રામ,પશ્ચિમ મેદનીપુર અને ઉત્તર 24 પરગના જિલ્લાઓમાં હવાની ગતી 80-90 કિ.મીથી 110 કિ.મી. સુધી પહોંચી શકે છે.

LIVE: ‘વાવાઝોડા પર પળપળેની નજર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ‘યાસ’ના આગમનથી ‘તબાહી’ની શરૂઆત

https://www.abtakmedia.com/live-hurricane-like-glimpse-arrival-of-yas-in-odisha-and-west-bengal-marks-the-beginning-of-catastrophe/

હવામાન વિભાગે માછીમારોને આગલી સૂચના સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. દક્ષિણ પૂર્વી રેલ્વેએ બુધવાર સુધીમાં અનેક પેસેન્જર સ્પેશિયલ ટ્રેનો રદ કરવાની પણ જાહેરાત કરી છે.

                                                આ પણ વાંચો: 

યાસ વાવાઝોડાના આગમન પહેલા પૂર્વીય મેદિનીપુર જિલ્લાના દીઘા વિસ્તારને ખાલી કરી દેવાયો

યાસ વવાઝોડાની દહેશત : આ 5 રાજ્યોમાં હાઈ એલર્ટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.