Abtak Media Google News

રાજકોટમાં વાવાઝોડાની અસરને પગલે પીજીવીસીએલ અને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. આગામી તા.14 અને 15ના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ અસર પહોંચાડવાનું છે. આ બન્ને દિવસે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે વીજ પુરવઠાને નુકસાન ન થાય તેમજ જો જાનહાનિ થાય તો તુરંત આરોગ્ય સેવા મળી રહે તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તંત્ર સજ્જ:ડી.વી.લાખાણી

પીજીવીસીએલના મુખ્ય ઈજનેર (ટેકનિકલ) ડી.વી.લાખાણીએ જાણવ્યું કે,તમામ જિલ્લાની 12 વર્તુળ કચેરીઓના અધિક્ષક એન્જિનિયરો સાથે સતત મીટીંગ કરવામાં આવી રહી છે.જેમાં સર્વેને જાણ કરવામાં આવી છે કોઈ પણ હેડ ક્વાર્ટર છોડશે નહીં તંત્ર તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તૈયારીથી સજ્જ રહેશે.અન્ય જિલ્લાઓમાં પણ જો મેનપાવર ની જરૂર પડશે તો પીજીવીસીએલ તૈયારીઓ દેખાવી છે. વાવાઝોડા બાદ પણ રિસ્ટોરેશન ઝડપથી કરવાની પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જે જગ્યા પર વીજની પ્રથમ પાયોરિટી જણાશે ત્યાં બીજનું જોડાણ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેમ જ વીજ ને લગતી કામગીરી ઝડપભેર પૂરી પાડવામાં આવશે.

બિપરજોયના પગલે રાજકોટ સિવિલ આગોતરી તૈયારીઓથી સજ્જ:ડો.આર.એસ ત્રિવેદી

તબીબ અધિક્ષક ડો.આર.એસ ત્રિવેદીએ જણાવ્યું કે,તમામ એચઓડી સાથે મીટીંગ યોજી પરિસ્થિતિ નો તાગ મેળવવામાં આવ્યો છે.બિપરજોય વાવાઝોડાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ આગોતરી તૈયારીઓથી સજ્જ છે.ડોક્ટર ટીમ નર્સિંગ તથા પેરામેડિકલ ટીમને સ્ટેન્ડ બાયમાં રહેશે.તમામ સ્ટાફની લીવ કેન્સલ કરવામાં આવી.વીજની અગવડતા ન પડે તે માટે હોસ્પિટલ જનરેટર સુવિધાથી સજ્જ છે.જરૂર પડશે તો અન્ય જિલ્લાઓમાં મેનપાવર પહોંચાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.