Abtak Media Google News

નિ:સહાય દર્દીઓને એકમાત્ર હેલ્પ ડેસ્ક સહારો

ત્રણ માસથી દર્દથી પીડાતા વૃદ્ધની સારસંભાળ લઈ હેલ્પ ડેસ્કના સ્ટાફે આશ્રય માટે આશ્રમ મોકલ્યા

સિવિલ હોસ્પિટલ દાખલ થતા બિનવારસી નિર્ધન દર્દી અને લાચાર જે સમય અને સંજોગોની ઠોકર ખાઈને સમાજથી દૂર થઈ ગયા છે તેને પ્રેમ લાગણી અને પરિવારની જરૂર હોય છે જે અહીંયા પીડીયુ સિવિલ હોસ્પિટલનો હેલ્પ ડેસ્ક સ્ટાફ એક પરિવારની ગરજ સારે છે અને અહીં અનાથ ગરીબ દર્દીને નવજીવન મળી રહ્યું છે.

Advertisement

પીડીયું હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્સ ડો.આર.એસ. ત્રિવેદી અને આર.એમ.ઓ. ડો.અશોક કાનાણી તથા નોડલ ઓફિસર ડો.હર્ષદ દૂસરાના માસ્ટર પ્લાનથી ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે.જે હેલ્પ ડેસ્કના પ્રયાસોથી ઘણી વખત ઘર પરિવારોથી વિખૂટા પડી ગયેલા ,બેભાન થયેલા ,પોતાના સ્વજનો ગુમાવીને સહાય જીવન જીવતા ,તેમજ દયનીય પરિસ્થિતિમાં જીવતા, અનાથ દર્દીની ઓળખ કરવામાં આવે છે.

તેવા દર્દીને ઓળખ કર્યા બાદ જો પરપ્રાંતિય દર્દી હોય તો તેને યોગ્ય આશ્રય સ્થાન માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સાથે દર્દીનું કાઉન્સિલિંગ કરીને તેમની હિસ્ટ્રી જાણવામાં આવે છે અને ત્યાર બાદ દર્દી સાજા થયા બાદ તેના પરિવારને સોપી દેવામાં આવે છે.

પીડીયુ હોસ્પિટલના સુપરિટેન્ડન્સ ડો.ત્રિવેદીના અભિપ્રાય એવો છે. કે અહીંના હેલ્પ ડેસ્ક સ્ટાફમાં ભરતી થયેલા કર્મચારી દરેક યુવાધન છે અને આમ પણ ખરેખર કહી શકાય કે આજનો યુવાવર્ગ એ ખરેખર સંવેદનશીલ છે. જ્યાં ગરીબ દર્દીને કોઈ મદદ કરતું નથી નિ:સહાય હાલતમાં ફૂટપાથ પર રહેવું પડે છે. મૂંઝવણ એ છે કે આવા દર્દીને કોઈ પાણી સુધા પણ પીવા દેતું નથી, સ્પર્શ કરતું નથી. ત્યારે બીજી તરફ જ્યાં હેલ્પ ડેસ્ક સ્ટાફ તેમના સગા વાલાની ભૂમિકા અદા કરે છે.

“એવો જ એક કિસ્સો જાણવા મળી રહ્યો છે કે કોઈ અનાથ દર્દી તરીકે નામ વસંતભાઈ રામચંદ્ર ઉતરવાડ (ઉ.વ.75) દર્દી અહીંની સિવિલ હોસ્પિટલમાં ગત તા.8મી માર્ચના રોજ આશરે ત્રણેક મહિના પહેલા અમરેલી સિવિલ હોસ્પિટલથી 108 દ્વારા વધુ સારવાર માટે લાવવામાં આવે છે. જે ટ્રોમા સેન્ટરના પાંચમા માળે દાખલ થાય છે. દર્દી સાથેની મૂળ ઘટના રજૂ કરતા સ્ટાફ જે.ડી. ગોહિલભાઈ જણાવે છે કે. દર્દી મહારાષ્ટ્રીયન પરિવાર માંથી 10 વર્ષથી વિખુંટા પડેલા ,અને એકલવાયું જીવન જીવતા, વસંતભાઈ તેમનું વતન મહારાષ્ટ્રના કુંદલવાડી તાલુકો જે તેમને યાદ હતું.

દર્દી હોસ્પિટલમાં દાખલ થતા ની સાથે જ હેલ્પ ડેસ્કના કર્મચારી ચિરાગભાઈ સહિતના સ્ટાફે દર્દી વસંતભાઈની મુલાકાત લઈને, કાઉન્સેલિંગ કરી દર્દીના સગાનો સંપર્ક જાણવા મળ્યું હતું કે, દર્દી છેલ્લા દસ વર્ષથી ઘરેથી નીકળી ગયા છે.

અહીં અજીબો ગરીબ વાત એ છે કે, છેલ્લા ત્રણ મહિનાથી પરિવારજનોને દર્દી મળ્યાની જાણ કર્યા છતાં, દર્દીને કોઈ લેવા આવતુ નથી. અહીં અમુક સમયે એવી પણ ઘટનાઓનો ઉદાહરણો છે કે, દર્દીના સગા મળી જાય ,તો દરેક સભ્ય ખુશખુશાલ હોય, પરંતુ અહીંયા ઊલટું થતું જોવા મળે છે. હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા ઓફિસર રાજદીપભાઈ પરમારનો સંપર્ક કરી મહારાષ્ટ્ર પોલીસ અધિકારી દ્વારા દર્દીના ઘર પરિવારને જાણ કરવામાં આવી હતી. પરંતુ દર્દીને કોઈ પોતાના ઘરે લઈ જવા માટે આવ્યું નહીં.

અહીં દર્દી ટ્રોમા સેન્ટરના પાંચમા માળે એકદમ સ્વસ્થ થઈ ગયા. હોવા છતાં પરિવાર સાથે તેમની લાગણી હોય પરિવારને વધુ યાદ કરતું હોય. દર્દીની દરેક લાગણીઓ ઉપર તેમનો પરિવાર પાણી ફેરવી રહ્યું હતું. દર્દીના સગા કોઈ નહીં આવતા હેલ્પ ડેસ્કના કર્મી ચિરાગભાઈ ડાભી અને જગદીશભાઈ ગોહિલ બંને દ્વારા દર્દીને આશ્રમમાં યોગ્ય સ્થાને છોડવામાં આવે છે અને તેનો એલ્ડર હેલ્પલાઇનના માધ્યમથી પરિવારને વયો વૃદ્ધ પિતા વસંતભાઈને લઈ જવાનું જણાવવામાં આવે છે. વસંતભાઈને મુળી ગામ સ્થિત શિવાલય આશ્રમમાં આશ્રય આપવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલના એચ.આર. મેનેજર ભાવનાબેન સોનીનું માનવું છે કે હેલ્પ ડેસ્ક સ્ટાફે અજાણ્યા બીનવારસી દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ સાબિત થયું છે અને હેલ્પ ડેસ્ક સ્ટાફ જેઓ દર્દીઓને તેમના જીવનની એક નવી તક નવું જીવન આપે છે. વસંતભાઈ જેવા વયોવૃદ્ધ દુ:ખી કે જેઓને ઘર પરિવાર પણ સંભાળ લેવા તૈયાર ન હોય તેવા અસહ્ય વેદના અને દુ:ખી મનોદશાથી પીડાઈ રહ્યા ,હોય તેઓને અનાયાસે ઘણી મદદ મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.