Abtak Media Google News

અમરનગરનાં યુવાન અને દેરડીની સગીરાએ એસિડ ગટગટાવતાં પરિવારમાં દોડધા

જેતપુરમાં ભાદરનાં કેનાલનાં કાંઠે અમરનગર ગામનાં યુવાન અને દેરડીની સગીરાએ તેની પિતરાઈ બહેન પ્રેમ પ્રકરણમાં સજોડે એસિડ ગટગટાવતાં સારવાર અર્થે જેતપુર બાદ અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાનાં અમરગામમાં રહેતો અને ફળનો ધંધો કરતો અતુલ રમેશભાઈ મકવાણા નામનો ૨૦ વર્ષનો યુવાન અને દેરડીનાં ધારે રહેતી પિતરાઈ બહેન કોમલ ચંદુભાઈ વાઘેલા નામની ૧૫ વર્ષની સગીરાએ પ્રેમ સંબંધમાં ઝઘડો થતાં જેતપુર ભાદર કેનાલનાં કાંઠા પાસે સજોડે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને જેતપુર બાદ વધુ સારવાર અર્થે અહિંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુમાં પ્રાપ્ત વિગત મુજબ અતુલ મકવાણાનો મોટોભાઈ અજય અને કોમલ વાઘેલાની મોટી બહેન સોનલની એક વર્ષ પહેલા સગાઈ થઈ હોય અને તે દરમિયાન અતુલ અને કોમલ વચ્ચે પ્રેમમાં ફુલ ખીલ્યા હતા ત્યારબાદ અતુલ અને કોમલ એક નહીં થઈ શકે તેવા ડરથી બંને વચ્ચે ઝઘડો થતા બંનેએ સજોડે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી જઈ ઘટનાની નોંધ કરી બંને પ્રેમી પંખિડાઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.