Abtak Media Google News

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પંજાબ અને હરિયાણામાં નવજાત શીશુઓના મૃત્યુદરનું પ્રમાણ વધ્યું

ઓછુ વજન ધરાવતા નવજાત શીશુઓના મૃત્યુદરમાં ભયજનક વધારો નોંધાયો છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર વર્ષ ૨૦૦૦માં દર હજારે ૧૨.૩ ટકા નવજાત શીશુઓના મૃત્યુ વજન ઓછુ હોવાના કારણે થયા હતા. આ આંકડો વર્ષ ૨૦૧૫માં વધીને ૧૪.૩ ટકાએ પહોંચયો છે.

ઓછુ વજન ધરાવતા બાળકો પાછળ માતાની કુપોષીતતા તેમજ નાની ઉંમરે ગર્ભધારણ કારણભૂત હોય છે. આ ઉપરાંત પ્રિમેચ્યોર ડિલીવરી પણ બાળકના ઓછા વજન પાછળ જવાબદાર ગણવામાં આવે છે. વર્ષ ૨૦૦૦ અને વર્ષ ૨૦૧૫ની સરખામણીમાં ઓછુ વજન ધરાવતા નવજાત શીશુઓનો મૃત્યુદર ભયજનક રીતે વધ્યો હોવાનું ફલિત થયું છે. મિલીયન ડેથ સ્ટડીના આંકડા અનુસાર વર્ષ ૨૦૦૧થી ૨૦૧૩ દરમિયાન ૯૪,૩૦૯ બાળકોના મૃત્યુ થયા હતા. જેમાં ૪૨,૦૫૭ બાળકો ૧ થી ૫૯ મહિનાના હતા. મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને પંજાબ અને હરિયાણામાં ઓછુ વજન ધરાવતા બાળકોનો મૃત્યુદરનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. જયારે ઓરિસ્સા, આસામ સહિતના રાજયોમાં આ પ્રમાણ ઘટયું પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.