Abtak Media Google News
  • અમારી સેફ્ટી રાઇડ સાથે સુંદર વ્યવસ્થા જ લોકોને પસંદ પડે છે: રાજુભાઇ રામાણી
  • વિવિધ 25 પ્રકારની રાઇડમાં આનંદોત્સવ માણતાં પરિવારજનો: શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ટેસ્ટી ભોજનનો જલ્વો

રાજકોટમાં કણકોટ રોડ ઉપર એન્જીનીયરીંગ કોલેજની સામે ધ સમર વેવ્સ વોટર પાર્ક પવર્તમાન ગરમી અને હિટવેવમાં પીકનીક માટેનું પ્રથમ પસંદગી સ્થળ બન્યું છે. ગરમીમાં ઠંડીના અહેસાસ સાથે 15 નાની અને 10 મોટી સહિત કુલ 25 સેફ્ટી રાઇડની અનેરી મજા વોટર પાર્કમાં જોવા મળે છે.

આ પાર્કમાં શ્રેષ્ઠ વ્યવસ્થા સાથે ટેસ્ટી ભોજનનો અનેરો જલ્વો પણ રાજકોટિયન્સને પસંદ પડી ગયો છે.

સ્લાઇડ, વેવપુલ, રેઇન ડાન્સ, નાના બાળકો માટે સ્વીમિંગ પૂલ, મહિલાઓ માટે સ્પે.વોટર પુલ જેવી વિવિધ રાઇડમાં પરિવારજનો અને યુવાવર્ગ મોજ માણે છે.

વેકેશનનાં પવર્તમાન સમયમાં બાળથી મોટેરા ધ સમર વેવ્સ વોટર પાર્કમાં મનોરંજન સાથે આનંદોત્સવ માણતા જોવા મળ્યા હતા.

વેકેશનમાં રાજકોટિયન્સ પરિવાર સાથે બુધવાર કે રવિવારે વોટર પાર્કમાં છબછબીયા સાથે પાણીમાં સરરરર તરવાની મોજ માણે છે. પવર્તમાન સમયમાં વોટર પાર્કની મોજ-મઝા બાળકોને ખૂબ જ પસંદ આવતી હોવાથી ધ સમર વેવ વોટર પાર્કનું રાજકોટમાં નામ થઇ ગયું છે. આજે તો વોટર પાર્ક પીકનીક એટલે ધ સમર વેવ્સ વોટર પાર્ક જ લોકોની પસંદ છે.

ગરમીથી રાહત મેળવવા આ વોટર પાર્કની મુલાકાત અચુક લેવા જેવી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.