Abtak Media Google News

એક તરફ સુપ્રિમ કોર્ટમાં આધારકાર્ડ ધારકની પ્રાઈવસીને લઈ કાનૂની જંગ ચાલી રહ્યો છે. તેવા સમયે જ અમદાવાદનાં ગોમતીપૂરામાં કરિયાણાની દુકાનમાં આધારકાર્ડનાં એજન્ટ દ્વારા આધાર પૂરાવા વગર જ રૂ.૬૦૦માં આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હોવાના કૌભાંડનો પોલીસે પર્દાફાસ કરી રાષ્ટ્રીય સલામતીમાં છીંડા હોવાનો પૂરાવો રજૂ કરતા સનસનાટી મચી જવા પામી છે.

Advertisement

અમદાવાદના ગોમતીપૂરા વિસ્તારમાં રૂ.૬૦૦માં આધારકાર્ડ બનાવી આપવામાં આવતા હોવાની બાતમી મળતા ઝોન ૫નાં ડીસીપીએ નકલી ગ્રાહક મોકલી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

આધારકાર્ડ કૌભાંડમાં વાડ જ ચિભડા ગળે ઉકતી મુજબ આધારકાર્ડંમાં એજન્ટ જિમેશ માંગરોલીયા રે નિકોલ વાળા દ્વારા ઈબ્રાહીમ મંસુરી અને વસીમ મંજુરીનાં માલીકીની કરિયાણાની દુકાનમાં આ કૌભાંડ ચલાવી આધારકાર્ડ કઢાવવા આવનાર પાસેથી રૂ.૩૦ને બદલે રૂ.૬૦૦ ફી વસુલી આધાર પૂરાવા વગર જ આધારકાર્ડ કાઢી આપતા હતા.

ચોકાવનારી બાબતતો એ છે કે હાલ આધાર કાર્ડની પ્રાઈવસીને લઈ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો છે. ત્યારે મામુલી રકમની લાલચમાં કૌભાંડીયા તત્વો દ્વારા આધારપૂરાવા મેળવ્યા વગર અન્યનાં ચૂંટણી કાર્ડના પાછલના હિસ્સાનો ઉપયોગ કરી કોઈપણ વ્યકિતને આધાર કાર્ડ કાઢી અપાતા હોય પોલીસે આ મામલે અન્ય કોઈ દેશનાં નાગરીકોને તો કૌભાંડીયા તત્વોએ આધાર કાર્ડ કાઢી આપી દેશની સુરક્ષા વ્યવસ્થામાં છીંડા નથી પાડયાને? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

દરોડા દરમિયાન પોલીસે ૧૦૦ જેટલા આધારકાર્ડ ૩૬ ચૂંટણી કાર્ડ સહિતનો જથ્થો તેમજ લેપટોપ, થમ્બ ઈમ્પ્રેસન મશીન, વેબ કેમેરા, રેટીના સ્કેન, લેમિનેશન મશીન સહિત ત્રે કૌભાંડીયાઓને હિરાસતમાં લઈ અત્યાર સુધીમાં આવા બોગસ કહી શકાય તેવા કેટલા આધાર કાર્ડ કાઢયા છે. તે સહિતની વિગતો ઓકાવવા તપાસ શરૂ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.