Abtak Media Google News

સોશ્યલ મીડિયાની મદદથી સૌથી વધુ વીડિયો કલીપના મુળ સુધી પહોચાશે અને કસુરવાશે સામે પગલા ભરાશે

અકુદરતી રીતે ઝાડ સાથે ચિકારને બાધી ત્રણ સિંહણો દ્વારા શિકાર કરાતો હોય તેવો વિડીયો વાઇરલ થયા બાદ વન વિભાગે આ મામલે તાબડતોબ તપાસ આદરી હતી. આ મામલામાં હજુ સુધી ત્રણની ધરપકડ કરાઇ છે આ મામલે વધુ તપાસમાં સોશ્યલ મીડીયાની કંપનીનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ મામલે હજુ વધુ ધરપકડ ના એંધાણો સેવાઇ રહ્યા છે. સોશ્યલ મીડીયાની અલગ અલગ કંપનીઓની હેડ ઓફીસ પાસેથી ડેટા મંગાવી આ ગુનાના મુળ સુધી પહોચવા કવાયત હાથ ધરવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો અનુસાર ગીરનારના જંગલમાં ફુલીફાલી અસામાજીક પ્રવૃતિનો જીવતો જાગતો નમુનો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો અકૃત્રિમ રીતે પશુને ઝાડ સાથે બાંધે તેનો શિકાર કરતા સિંહોનો વીડીયો વાઇરલ થતા આ મામલો વન વિભાગ માટે એક પડકારરુપ બન્યો હતો વન વિભાગે આમાં નિવૃત આરએફઓના પુત્રને ઝડપી લઇને તપાસ હાથ ધરી છે ત્યારે આ પ્રકરણમાં ૩ મુખ્ય લોકો સહીત આખી ગેંગ કાર્યરત હોવાનું અને આ પ્રવૃતિ ઓછામાં ઓછા ત્રણ વર્ષથી ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં આમા એક ટ્રેકટરનું પણ નામ ખુલ્યું છે વન વિભાગે નિવૃત આરએફઓના પુત્ર સોહેલ બસીર ગરાળાને ઝડપી લીધા બાદ જુનાગઢમાં થી તે જામીન પર છુટયો હતો બાદમાં તે કોર્ટમાં ઢળી પડયો હતો ત્યાંથી તબીબે તેની તબીયત બરાબર હોવાનું જણાવતા મેંરદડા આરએફઓએ તેની ધરપકડ કરી હતી દરમિયાન આ બનાવમાં સોહેલ ગરાળા, આસીફ લાયન અને આશીષ ચૌહાણ એમ ૩ લોકો મુખ્ય હોવાનું આખી ગેંગ કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે વળી થોડા સમય પહેલા આરએફઓ પર હુમલો કરનાર પૂર્વ ટ્રેકર કિશોર મહિડાનું નામ પણ આ પ્રકરણમાં ખુલ્યું છે તો સાથે કપિલ, રાહુલ અબ્બાસી રજાક, મહંમદ ઉર્ફે ડેની હુસેનભાઇ હાલા ડો. વિશાલ પટેલ સહીતના શખ્સોના નામો પણ ખુલ્યા છે. જો કે કુલ આ પ્રકરણમાં ૧૦ નામો ખુલવાની શકયતા સેવાઇ રહી છે. તેમાંય આસીફ લાયન તો પોત પોતાના ફેસબુક એકાઉન્ટમાં સિંહ સાથેની સેલ્ફીના ફોટા અને કિલપો અપલોડ કરતો જો કે આ પ્રકરણમાં વન વિભાગે કાર્યવાહી શરુ કરતા તેને તમામ ફોટા  વિડીયો હટાવીને તેનું એકાઉન્ટ પણ બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છુે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.