Abtak Media Google News

આદીકાળથી ભારતીય સંસ્કૃતિમાં તહેવારો  જોડાયેલા છે,તેને કારણે જ  તે લોકઉત્સવ બની રહે છે.  આપણું જીવન અનેક વિવિધતાથી ભરેલુ છે, લોકો પરિવારના લાલન પાલનમાં સતત વ્યસ્ત કાર્ય કરીને   થાકે ત્યારે તેને આનંદ માણવા તહેવારો આવતા હોવાથી તેનામાં ઉમંગ  ઉત્સાહ વધી જાય છે.ઉત્સવો જીવનમાં આનંદની સાથે  નવીનતાનોસંચાર કરે છે. આપણી ગુજરાતી પ્રજા કે કાઠીયાવાડી પ્રજાના તહેવારો સાથે સામાજીક માન્યતાઓ,  ધાર્મિક પરંપરા અને સંસ્કારો જોડાયેલા હોવાથી, તહેવારો એક  બીજાને જોડવાનું કામ કરે છે. દેશમાં જાતિ-સંપ્રદાયોમાં તહેવારો ઉજવવાની વિવિધ  પરંપરાઓ છે.

ઉત્સવો સાથેનો આપણો સંબંધ સદીઓ પુરાણો છે લોકો ઉત્સવ પ્રિય હોવાથી દરેક તહેવાર રંગે ચંગે ઉજવે છે.સાતમ આઠમના તહેવારો બાદ, ગણેશોત્સવ નવરાત્રી, શરદપૂનમને દિપોત્સવી પર્વની હારમાળા જોવા મળે છે.  ઉનાળુ અને શિયાળુ વેકેશન પણ બાળકો કે પરિવાર માટે ઉત્સવસમા ગણાય છે. આપણા બધા તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક, સામાજીક મહત્વ જોડાયેલું છે. તહેવારો  આપણી પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા છે.

વર્ષમાં આવતા તહેવારો આપણને જોડવાનું કાર્ય કરે છે: આપણાં તહેવારો એક સાથે અનેક ભાવના પ્રગટ કરે છે: હોળી, ધુળેટી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો ઉમંગ-ઉલ્લાસનું સિંચન કરે છે

કાઠિયાવાડી સંસ્કૃતિ અને તહેવારો શ્રેષ્ઠ રીતે જોડાયેલા હોવાથી અહીં માનવ જીવન સાથે તહેવારો વણાય ગયા છે

દેશના તમામ રાજયોમાં પોતીકા તહેવારો પણ છે, છઠ્ઠ પુજા, ગણેશ પુજા, દુર્ગાપુજા જેવા વિવિધ તહેવારો પણ આપણે ઉજવવા લાગ્યા છીએ: એકતા અને એશ્ર્વર્યનો ઉત્સવ એટલે આપણા તહેવારો, જેમાં બાળથી મોટેરા આનંદ ઉત્સવથી જોડાય છે

વર્ષ ભેરઆવતા તહેવારો  આપણને જોડવાનું કાર્ય કરે છે. આપણા તહેવારો  એક સાથે અનેક ભાવના પ્રગટ કરે છે. હોળી, ધુળેટી, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો ઉમંગ ઉલ્લાસનું સિંચન કરે છે.આપણા ગુજરાતમાં હવે તો  છઠ્ઠ પુજા, ગણેશોત્સવ,દુર્ગાપૂજા જેવા વિવિધ તહેવારો પણ ધામધૂમથી ઉજવાય રહ્યા છે. જેવિવિધતામાં એકતાની વાત કરે છે.એકતા અને એશ્ર્વર્યનોઉત્સવ એટલે  આપણા તહેવારો મનુષ્યના જીવનને આનંદથી ભરી દે છે.તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિના કેટલાક અંગોનેસારી રીતે  જાળવી કે ખીલવી શકયા છીએ. ઋતુ ફેરફારના  સમયે આવતા વિવિધ તહેવારો  આપણા મિત્રો જેવા છે.થોડા  થોડા સમયે આવતા તહેવારો ને કારણે જ  માનવ આનંદીત રહી શકે છે.   નિરાશાને  તહેવારો જ  દૂર કરે છે. દરેક તહેવારો અને તેની વિધી અને પરંપરા સાથે સમાજ,દેશ અને રાષ્ટ્ર માટે  કંઈક સંદેશ પણ આપે છે. આપણા ગુજરાતની કેલેન્ડર પ્રમાણે આવતા કે અંગ્રેજી મહિના પ્રમાણે આવતા તહેવારો જ આશા ઉલ્લાસ અને ચેતનાનું  સિંચન કરે છે.

મકરસંક્રાંતી, રક્ષાબંધન, હોળી, ધુળેટી, શિવરાત્રી, સાતમ આઠમના તહેવારો, ગણેશોત્સવ, નવરાત્રી  દશેરા,  દિપોત્સવી પર્વ અને વર્ષના અંતે 31 ડિસેમ્બરની ુજવણી સાથે નવા વર્ષનું સેલીબ્રેશન જેવા તહેવારો વચ્ચે આપણે દિવાળીના બીજા દિવસે સાલમુબારક ગુજરાતી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. નવરાત્રીના નવ દિવસ,સાતમ આઠમના મેળાના ચાર દિવસ અને  દિપોત્સવી પર્વના પાંચ દિવસના તહેવારો આપણે ભરપૂર આનંદ માણીએ છીએ. આપણે ગુરૂપૂર્ણિમાં ઉજવીએ તોનાતાલ પણ ઉજવવી એ છીએ. તહેવારોમાં સાવ ગરીબ વ્યકિત પણ નવા વસ્ત્રો   ધારણ કરે છે, તોબધા દુ:ખો ભૂલીને તે  તહેવારની  ખુશી મનાવે છે.

એક સમયે આપણી સંસ્કૃતિમાં દરરોજ  કોઈકને કોઈક તહેવાર ઉજવાતો હતો. આપણી સંસ્કૃતિ જ  ઉત્સવ પ્રેમી છે.છેલ્લા 400-500 વર્ષ થી આપણે રોજ તહેવાર ઉજવવાનું ઓછુ  કરી નાખ્યું હતુ હજી બે ત્રણ દાયકા પહેલા જ તહેવારોની અગાઉથી તૈયારીઓ થતી હતી. જે આજે હવે દિવસના આગલા દિવસે જ તેની રોનક દેખાય છે.આગામી દિપોત્સવી પર્વની રોનક બજારોમાં ઝગમગાટ સાથે લાઈટીંગ, અવનવા દિવડાઓ, કારણે  માનવ જીવનને અંધકારમાંથી ઉજાસ તરફ લાવવાનો હેતુ આ દિપોત્સવી પર્વનો છે. આંગણે  કરાતી વિવિધ રંગોળીઓ સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી જેવા વિવિધ તહેવારો  લોકોના  મુખપર  ખુશી લાવી દે છે.

આજે હવે  આપણે વર્ષમાં  30 થી 40 તહેવારો ઉજવવાના  રહ્યા છે, જેને પણ આપણે ઉજવી શકતા નથી. આખા વર્ષમાં 8 થી 10 તહેવારોની સારી રીતે  ઉજવવીએ છીએ. આપણે આપણા સંતાનોને તહેવારોના મહત્વ વિશે સમજાવવાની જરૂર છે,  અમુક તહેવારો નહી ઉજવીએ તોભાવી પેઢીને  તેના વિશે કશી જ  ખબર નહી હોય, જેમકે વર્ષોથી વિદેશ રહેતા પરિવારો ના ત્યાં જન્મેલબાળકોને આપણા તહેવારની કશી જ ખબર નથી હોતી. તે માત્ર સોશિયલ મીડીયાના  માધ્યમ વડે શુભેચ્છા પાઠવીને સંતોષ માને છે.

આપણો દિપોત્સવી પર્વ નકારાત્મક અંધકારને દૂર  કરીને સકારાત્મક  પ્રકાશ તરફ જવાનો તહેવાર ગણાય છે.  બહુવિધ વંશિયના અને ધર્જ્ઞ ધરાવતી વિવિધ વસ્તીને કારણે ભારતને તહેવારની  ભૂમી  કહેવાય છે. હિન્દુ મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓ સુમેળમાં રહે અને તેમના તહેવારો ખૂબજ ધામધૂમથી ઉજવે છે.   સરકાર પણ આબધા તહેવારોની  ખાસ રજા  જાહેર કરે છે.  તહેવારો દરમિયાન  લોકો એકબીજાને   ભેટોની આપલે કરીને સાથે મળીને પ્રસંગો ઉજવે છે.

તહેવારો આવતા જ ખરીદીનું પ્રમાણ વધે

ફેસ્ટીવલ એક એવો સમય છે, ત્યારે લોકો પુષ્કળ ખરીદી કરે છે. વેપારીઓ કંપનીઓ પણ ખાસ ડિસ્કાઉન્ટ જાહેર કરીને પ્રોત્સાહીત કરે છે. દિવાળી, ક્રિસમસ, ઈદ જેવા તહેવારોમાં લોકો પોતા માટે  જ નહીં,  પણ ઘર સજાવટની પણ ખરીદી કરે છે. તહેવારોના શુભ મુહુર્તમાં સોનાના દાગીના, વાહનો, ઈલેકટ્રોનીક વસ્તુની પણ ખરીદી કરે છે. તહેવારો લોકોમાં ખુશીની ભાવના જગાવવાનું મહત્વનું કાર્ય કરે છે  તહેવારો માનવીના જીવનમાં નવરંગ ભરીને અનેરો આનંદ આપે છે. આજના યુગમાં પરિવારો પાસે ભાગ્યયે જ સમય બચતો હોવાથી, તહેવાર જ  એક માત્ર પ્રસંગ ગણાય છે. આપણાં  તહેવારની   ઉજવણી પશુ પક્ષી અને વૃક્ષોને પણ જોડવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.