Abtak Media Google News

પ્રાચીન માનવીય અને ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ અને અંક વિજ્ઞાન નું આદિ કાળથી મહત્વ રહ્યું છે દરેક વ્યક્તિના જીવનમાં ભાગ્યનું ખૂબ મહત્વ હોય છે વચન પુરુષાર્થને પ્રચંડ પુરુષાર્થને મહેનત કરનારને સુખ મળી જાય એવું હોતું નથી ઘણા ઓછી મહેનતે યશ કીર્તિ ધન એશ્વર્યા પ્રમાણમાં મેળવે છે આ ભાગ્યની વાત છે અને ભાગ્ય સાથે વ્યક્તિના પુરુષાર્થ આશીર્વાદની જેમ અંક વિજ્ઞાન પણ ખૂબ જ અસર કરતા છે અંક વિજ્ઞાન ન્યુમેરોલોજી ના વિવેક પૂર્વક ઉપયોગથી સુતેલા ભાગ્ય જગાડીને કોઈપણ સંઘર્ષ કરનાર વ્યક્તિ ભાગ્યોદય પ્રાપ્ત કરી શકે.

સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં દેશ અને વિશ્વના અનેક અંક વિજ્ઞાન ન્યુમેરોલોજિ માં વિશ્વાસ ધરાવનાર અદનાથી લઈ મહાનુભાવો સાથે જોડાયેલા જાણીતા ન્યુમેરોલોજિસ્ટ માસ્ટર જીનલ ના મતે દરેક વ્યક્તિના જીવનમાં અંક નું મહત્વ હોય છે અને નામના મૂળાંક ભાગ્યાંક ની જીવનમાં ખૂબ જ અસર જોવા મળે છે.

સામાજિક રાજકી આગેવાનો ઉદ્યોગપતિઓ અને ધનપતિઓ ના જીવનનું અવલોકન કરીએ તો દરેક વ્યક્તિની સફળતા નિષ્ફળતા સંઘર્ષ અને ભાગ્યોદય સાથે ક્યાંકને ક્યાંક નામના મૂળાંક અને  ભાગ્યાંક નો ચોક્કસ સંબંધ હોય છે

ન્યુ મોરોલોજી ના નિષ્ણાતની સલાહ લઈને કોઈપણ વ્યક્તિ પોતાના ભાગ્યાંક અને શુભ અશુભ નંબર ને ઓળખી તેમાં ફેરફાર કરી મૂળાંકમાં નસીબને સાથ આપનારા અંક નો ઉમેરો કે સર્જન કરીને ભાગ્યોદય પ્રાપ્ત કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાંચ અને આઠ અંક સાથે લેણાદેવી છે તેમની જન્મ તારીખથી લઈ વતન રાજકીય કારકિર્દી મતવિસ્તાર જીવનમાં મહત્વની તારીખો માં પાંચ અને આઠનો અદભુત સમન્વય જોવા મળે છે બિઝનેસટાયકોન ધીરુભાઈ અંબાણી તેમના વારસદાર મુકેશ અંબાણી દેવા સફળ ઉદ્યોગપતિઓ ના જીવનમાં પણ ચોક્કસ અંક નો મહત્વ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈપણ નંબર ભાગ્ય સાથે જોડાયેલો હોય ભાગ્યોદય માટે વ્યક્તિના મૂળાંક અને  ભાગ્યાંક નું મહત્વ જોવા મળે છે આ જ રીતે મુશ્કેલી આફત અને જીવનની આર્થિક પરિસ્થિતિ માં બદલાવ ધંધામાં સફળતા ન મળતી હોય તો પોતાના ભાગ્યાકમાં અને મૂળાંકમાં જરૂરી ફેરફાર કરીને દરેક વ્યક્તિ શ્રદ્ધા સાથે ભાગ્યાંક માં તાલમેલ કરી પુરુષાર્થ સાથે મહેનત કરે તો કિસ્મત બદલી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.