Abtak Media Google News

પોલીસ સ્ટેશનમાં બે કલાકની સમજાવટ બાદ સમાધાન

જસદણમાં સફાઇ કામદારો અને નગરપાલિકાના ચીફ ઓફીસર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાત્રિના આઠ વાગ્યે જસદણ પોલીસ સ્ટેશનમાં સમાધાન થઇ જતાં બન્ને પક્ષે સહમત થઇ હતી. આ અંગેની વિગત એવી છે કે જસદણના સફાઇ કામદારો તેઓ હાલ રોજમદાર તરીકે કામ કરતાં હોય તેને કાયમી કરી દેવા માટે સફાઇ કામ બંધ કર્યુ હતું. ત્યારબાદ શુક્રવારે સાંજે આ ઘટનામાં નવો વળાંક આવ્યો જેમાં સોશ્યલ મીડીયામાં વાયરલ એવો મેસેજ વાયરલ થયો હતો કે જસદણ નગરપાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણાએ કલ્પેશ અની જીતુ નામના વ્યકિતએ પોતાની કારએ હડફેટે લીધા તેઓ બન્ને સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલાની જાણ હોસ્પિટલે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ. આ બાબત પછી અચાનક ચીફ ઓફીસર અને સફાઇ કામદારો પોલીસ સ્ટેશને પહોચ્યાં હતા. પોલીસ સ્ટેશને બે કલાકની સમજાવટથી બન્ને વચ્ચે સુખદ સમાધાન થયું હતું.રાત્રીના આઠ વાગ્યે આ સમાધાન થઇ ગયું હતું.

Advertisement

બીજી તરફ જસદણમાં કેટલાક સફાઇ કર્મચારીઓ કાયમી કરવાના મુદ્દે કામ બંધ કરતા હાલમાં ગંદકી વધી રહી છે. આથી જાહેર ઉકરડાનો કચરોડ રોડ પર આવી ગયો છે બીજી બાજુ નગરપાલિકા તંત્ર પણ ખર્ચમાં લોભ કરી અન્ય કર્મચારીઓને કામ પર ન રાખતાહવે પ્રજાનો ખો નીકળી ઉઘરસ શરદી જેવા રોગોએ માજા મુકી જ છે. એમાં વધારોથાય તે પહેલા તંત્ર જાગે અને સફાઇમાં પુરતુ ઘ્યાન આપી અખાદ્ય પદાર્થો પીણાંઓ વેચનારા પર ઘોસ બોલાવે એવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.