Abtak Media Google News

બીસીસીઆઈ દ્વારા મુંબઈમાં આગામી ૧૨મીએ યોજાનારા કાર્યક્રમમાં એવોર્ડ વિતરીત કરાશે

બોર્ડ ઓફ ક્રિકેટ ક્ધટ્રોલ ઈન ઈન્ડીયા એટલે કે બીસીસીઆઈ દ્વારા દર વર્ષે ભારતીય ક્રિકેટમાં વિશેષ પ્રદાન આપનારા ક્રિકેટરોનું સન્માન કરવામાં આવે છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન સી.કે. નાયડુની સ્મૃતિમાં બીસીસીઆઈ દ્વારા ધુરંધર ક્રિકેટરોને સી.કે.નાયડુ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ વિતરીત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯નો સી.કે.નાયડુ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ઓપનર ક્રિસ શ્રીકાંત અને મહિલા ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપડાને આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ ૧૨મી જાન્યુઆરીએ મુંબઈમાં યોજાનારા બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડવિતરણ કાર્યક્રમ દરમ્યાન વિતરીત કરાશે.

બી.સી.સી.આઈ દ્વારાભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ૧૯૮૩ ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય ક્રિષ્નામચારી શ્રીકાંતને આ વર્ષે પ્રતિષ્ઠિત સી કે નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને પણ ૨૦૧૯ એવોર્ડનો લાઈફટાઈમ એવીલમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે.બીસીસીઆઈનો વાર્ષિક એવોર્ડ સમારોહ ૧૨ જાન્યુઆરીએ મુંબઇમાં ઓસ્ટ્રેલિયા સામે ૧૪ મી જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સિરીઝ પહેલા યોજાશે.બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ’શ્રીકાંત અને અંજુમને ભારતીય ક્રિકેટમાં ફાળો આપવા બદલ લાઈફલાઈન એસીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે.  શ્રીકાંતે ૧૯૮૧ થી ૧૯૯૨ દરમિયાન ભારતીય ક્રિકેટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એસ. વેંકટારાઘવન અને રવિચંદ્રન અશ્વિન સાથે તે તમિળનાડુ ક્રિકેટના ટોચના ક્રિકેટરોમાં છે.૬૦ વર્ષિય શ્રીકાંતે ૪૩ ટેસ્ટ રમી હતી, જેમાં બે સદી અને ૧૨ અડધી સદીની મદદથી ૨૦૬૨ રન બનાવ્યા હતા, પરંતુ તે વન-ડે ક્રિકેટ હતું જેમાં તેણે બેટ બતાવ્યું હતું. તે હેલ્મેટ પહેર્યા વગર ઝડપી બોલરોની સામે સ્ફોટક બેટિંગ કરતા હતા. તેણે ૧૯૮૩ ના વર્લ્ડ કપ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા.શ્રીકાંતને ૧૯૮૯ માં પાકિસ્તાન પ્રવાસ માટે કેપ્ટન તરીકે નિમવામાં આવ્યા હતા. આ તે જ શ્રેણી હતી જેમાં સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. શ્રેણી ડ્રો હતી, પરંતુ તે પછી તેને કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યો. ૧૯૯૨ ના વર્લ્ડ કપ પછી શ્રીકાંત નિવૃત્ત થયા હતા.

7537D2F3 23

શ્રીકાંત ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી રાષ્ટ્રીય પસંદગી સમિતિના પ્રમુખ પણ હતા. અંજુમ મિતાલી રાજ પહેલા ભારતના  સર્વશ્રેષ્ઠ મહિલા બેટ્સમેન માનવામાં આવતી હતી  તેણે ૧૨ ટેસ્ટમાં ૫૪૮ રન બનાવ્યા હતા. આ સિવાય અંજુમે ૧૨૭ વનડે મેચ પણ રમી હતી જેમાં અંજુએ સદી અને ૧૮ અડધી સદી ફટકારી હતી. તેણે ૧૮ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.