Abtak Media Google News

ભારત અન્ડર 17 મહિલા વિશ્વકપની મેજબાની કરશે

અબતક, નવીદિલ્હી

ભારતીય ફૂટબોલ પર મંડરાઈ રહેલું સંકટ સમાપ્ત થઈ ગયું છે.વિશ્વ ફૂટબોલની સંચાલક સંસ્થા ફિફાએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન  પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે.આ સાથે, ભારત ફરીથી અંડર-17 મહિલા વર્લ્ડ કપ 2022ની યજમાની સોંપવામાં આવી છે. ફૂટબોલ રસીકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે.

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના એક્ઝિક્યુટિવ કમિટીએ રોજબરોજની બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યા બાદ ફિફાએ આ નિર્ણય લીધો છે. ફીફાએ અને એશિયન ફૂટબોલ ફેડરેશન ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેસનની પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેસનને સમયસર ચૂંટણી યોજવામાં સમર્થન આપશે.

ફીફાએ તેના નિવેદનમાં કહ્યું, કાઉન્સિલે 25 ઓગસ્ટથી તાત્કાલિક અસરથી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેસન પર સસ્પેન્શન હટાવવાનો નિર્ણય લીધો છે. હવે 11 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારતમાં જૂની યોજના અનુસાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે.ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેસને આ  બાબતોનું સંચાલન કરવા માટે નિમણૂક કરાયેલ ત્રણ-સદસ્યની પ્રશાસકોની સમિતિની બરતરફી અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેસન વહીવટીતંત્રે એસોસિએશનની રોજિંદી બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હોવાની પુષ્ટિ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.