ધોરણ-12 સાઇન્સ અને ગુજકેટ-2022 ની ફાઇનલ આન્સર કી જાહેર કરાઇ, કઇ રીતે ચેક કરી શકશો જુઓ

ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ GUJCET Result 2022 જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ  પર મૂકવામાં આવેલ છે.

એ માટે https://www.gseb.org/ પર જઇને તમારે બોર્ડ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું જોઈ શકાશે . જેની પર ક્લિક કરીને તમે પરિક્ષાને લગતી ફાઇનલ આન્સર કી જોઇ શકશો.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર કી  પણ તમે એ જ રીતે જોઇ શકશો. તમને જણાવી દઇએ કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે