Abtak Media Google News

મવડી મેઈન રોડ પર શાકમાર્કેટમાં ૨૪ વર્ષથી અવનવી ઉજવણી: બાલાભાઇ વાછાણીની ટીમ દ્વારા ધમધમાટ: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ક્રિષ્ના યુવા ગ્રુપમાં નવનિયુકત પ્રમુખ બાલાભાઈ વાછાણી અને તેમની ટીમની દેખરેખ હેઠળ મવડી મે.રોડ શાકમાર્કેટમાં કોઈપણ જાતના ફંડ ફાળા વગર ૨૪માં વર્ષથી અવનવી ધાર્મિકતાસભર ઉજવાતી જન્માષ્ટમી ઉજવાય છે. આ વખતની ઉજવણી વિશે ‘અબતક’ના આંગણે આગેવાનોએ આવીને માહિતી આપી હતી.  આ વખતે પણ આ જન્માષ્ટમીની ઉજવણી માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં આ વખતે ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા ફલોટમાં ગાય માતાની દુધની દવા, આપતી લાઈવ મુર્તિ, માખણ ખાતો કાનુડો, માતા જશોદા તથા સ્વ‚પ કનૈયો વિગેરે દર્શનામ થાશે. દર્શનાર્થે આવતા ભકતજનો માટે પ્રસાદી તેમજ ગોકુળ આઠમના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ રાખેલ હોય જાહેર સર્વ ભકતજનોને નિમંત્રણ છે.

ક્રિષ્ના યુવા ગ્રુપના નવા પ્રમુખ તરીકે બાલાભાઈ વાછાણીની બિનહરીફ વરણી

પૂર્વ પ્રમુખ વિજયભાઈ વાંક દ્વારા આવકાર રાજકોટમાં મવડી રોડ પર ભવ્ય રીતે જન્માષ્ટમી ઉજવાતી અને સામાજીક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રાજકોટની ક્રિષ્ના યુવા ગ્રુપ સંસ્થાના પ્રમુખ તરીકે જાણીતા ઉધોગપતિ બાલાભાઈ વાછાણીની વિજયભાઈ વાંક દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી છે.

સંસ્થામાં ખજાનચી તરીકે વિશિષ્ટ ભૂમિકા ભજવનાર બાલાભાઈએ ૧૫થી વધુ વખત રકતદાન કરેલ છે. સંસ્થા દ્વારા યોજાતા સમુહ લગ્નોત્સવ અને મવડી સહિતના વિસ્તારોમાં સામાજીક સેવાકીય ક્ષેત્રે બાલાભાઈનું સક્રિય યોગદાન રહ્યું છે. બેઠકમાં વિજયભાઈ વાંક, આગામી કાર્યક્રમોની ‚પરેખા આપી નિ:શુલ્ક ફરસાણ વિતરણ, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને ભાવિ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી અને બેઠકમાં સંજયભાઈ અજુડીયા, રમેશભાઈ વાંક, કનકસિંહ જાડેજા, દિલીપભાઈ મૈયડ, મયુરભાઈ વાંક, સંજયભાઈ ઠુંમર, પરેશભાઈ હરસોડા, અજીતભાઈ વાંક, પ્રકાશભાઈ ટંકારિયા, અશ્ર્વિન વીરડા,ભરત પટેલ, ભરતભાઈ બાવાજી કપિલ વાજા સહિતના ૧૦૦ થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.