Abtak Media Google News

શુક્રવારના દિવસે કાર્યસ્થળ જવાથી પહેલા આ મંત્રનું એક માલા જપ કરો. ‘ॐ હ્રીં ક્રીં ક્લીં શ્રીં મહાલક્ષ્મી મમ ગૃહ ધન પુરય પુરય ચિંતાયૈ દુરય દુરય સ્વાહા” એનાથી ધંધામાં અદભુત લાભ થશે. તથા સફેદ રંગની વસ્તુઓ સફેદ રંગના ખાદ્ય પદાર્થનો દાન કરવું શુભ ગણાય છે

મેષ : 
કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે

વૃષભ  :
સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો.

મિથુન :
તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. ઉપયોગી થવાની તમારી શક્તિને હકારાત્મક વિચારો સાથે વિકસાવો અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો.

કર્ક :
બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે.

સિંહ :
તમારૂં સ્વાસ્થ્ય આજે શ્રેષ્ઠ નહીં હોય. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે

કન્યા :
સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે.

તુલા :
ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે

વૃશ્ચિક :
તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે.

ધન :
ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે.

મકર :
તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો.

કુંભ :
કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે.

મીન :
દમના દરદીઓએ દાદર ચડતી વખતે સાવચેતી રાખવી. ઉતાવળે દાદર ચડવાની કોશિષ ન કરતા કેમ કે એવું કરવાથી શ્વસનને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. શાંતિથી ઊંડા શ્વાસ લો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.