અગ્નિકાંડને ભૂતકાળ બનાવવા હોસ્પિટલોના ૪૦ કર્મચારીઓને ફાયર સેફ્ટી તાલીમ

શહેરમાં થોડાક દિવસ પહેલા જે અગ્નિકાંડ ની ઘટના ઘટી જેની લોકો દ્વારા ખૂબ નિંદા કરવામાં આવી હતી તેમજ ૫લોકો એ તેમના જીવ ગુમાવીય હતા આવી ભયંકર ઘટના ફરી વખત શહેર ની કોઈપણ હોસ્પિટલ ખાતે ઘટે નહીં તેવા હેતુ થી મહાનગર પાલિકા ના હદ માં આવતી તામમ હોસ્પિટલના પ્રતિનિધિઓને હોસ્પિટલ ફાયર સેફટી ની તાલીમ ઇ આર સી ફાયર સ્ટેશન મોરબી રોડ ખાતે શરૂ કરવામાં આવી છે તેમજ એક્સ ચીફ ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલ માં લાગતી આગ ને કાબુ માં લેવા માટે થિયરી અને  પ્રેક્ટિકલ વડે માહિતગાર કરવામાં આવ્યા.

આર.કે મહેશ્વરી એક્સ ચીફ ફાયર ઓફિસર એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં મારી નોકરીના કાર્યકાળમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી સમાજની સેવા પૂરી પાડી છે ત્યારે આજે ફરી એકવાર મને સેવા આપવાનો લાવો પ્રાપ્ત થયો છે થોડા દિવસ પહેલા જે કોવિડ હોસ્પિટલ માં અગ્નિ કાંડ ની ઘટના ઘટી તેને ધ્યાનમાં રાખી રાજકોટ મનપા દ્વારા શહેરની તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટીની તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં હું મારું નાનકડું યોગદાન આપવા આગળ આવ્યો છું અને અહીં આવેલા હોસ્પિટલના દરેક પ્રતિનિધિઓને ફાયર સેફ્ટીની તાલીમ આપવા હાજર છું આવા ભયંકર બનાવો ફરીવાર શહેરમાં ન ઘટે તેમજ હોસ્પિટલમાં ફાયર સેફટી ને લઈ  સજાગતા વધે આજે એ જ અમે તાલીમમાં શીખડાવાના છી હોસ્પિટલ ફાયર સેફટી શું છે તેને લઈ આજે પ્રેક્ટીકલ તેમજ થિયરી  તાલીમ આપવામાં આવી રહી છે ૪૦ જેટલા પ્રતિનિધિઓ એ હાજરી આપી છે ફાયર સ્ટેશનનો કેવી રીતના ઉપયોગ કરવો ફાયર  પંપ તેનો કેવી રીતે ઉપયોગ કરવો પ્રાથમિક તબક્કે લાગતી આગને પણ કેવી રીતના બુઝાવી તેમજ ભયંકર આગ પર કેવીરીતે કાબુ મેડવું ઇલેક્ટ્રિક સીટી નો કેવી રીતે ઉપયોગ કરવો પાણીનો ઉપયોગ કેવી રીતે કરશો કોઈપણ જાનહાની થયા વગર હોસ્પિટલ અંદર ના તમામ વ્યક્તિઓ ના જીવ બચાવી શકાય છે આ તમામ બાબતો ની તાલીમ આપવામાં આવી રહી છે.

ક્રાઈસ્ટ હોસ્પિટલના જોય મેકવાન એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે  ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે સેફ્ટીની બાબતમાં કોઈપણ જાતની કચાશ ચલાવી લેવામાં આવતી નથી રાજકોટમાં જે અગ્નિકાડ ની દુ:ખદ ઘટના ઘટી જેમાં પાંચ દર્દીઓ એ પોતાનો જીવ ગુમાવ્યો તે ઘટના ફરીવાર શહેરમાં કોઇપણ હોસ્પિટલ ખાતે ઘટે નહિ તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલ ખાતે લાગતી આગ ને કઈ રીતે કાબૂમાં લાવી  તેની તાલીમ શરૂ કરવામાં આવી છે મોરબી રોડ ખાતે ઇ આર સી ફાયર સ્ટેશન પર હાલ તાલીમ કેન્દ્ર શરૂ છે તેમજ હોસ્પીટલ આગને કઈ રીતે કાબુમાં લેવી  તેની પ્રેક્ટીકલ અને થીયરી  બંનેની સમજણ  આપી તાલીમ આપવામાં આવી રહી છે.

સેલસ હોસ્પિટલના હરેન્દ્રસિંહ જાડેજા એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જાણવ્યું હતું કે શહેર ની ૩૩જેટલી હોસ્પિટલ ના કુલ ૪૦જેટલા પ્રતિનિધિઓ ને આજે ઇ આર સી ફાયર સ્ટેશન મોરબી રોડ ખાતે હોસ્પિટલ ફાયર સેફિટી તાલીમ આપવામાં આવી રહી છે આગ ના પ્રકાર થી લઈ તેમજ કય બાબતો નો વધુ ખ્યાલ રાખવો તેની ની તમામ માહિત પ્રેક્ટિકલ તેમજ થિયરી દ્વારા સમજવા માં આવી રહી છે શહેર ની દરેક હોસ્પિટલ ખાતે હાલ ચુસ્ત ફાયર સેફટી ના નિયમો નું પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે સેલસ હોસ્પિટલ હર હમેશ એક સ્ટેપ આગળ રહે છે અમે તમામ તકેદારીઓ સાથે દર્દીઓ અને અમારા સ્ટાફ નું સાવચેતીપૂર્વક ધ્યાન રાખવામાં આવે છે.

આગ સામે રક્ષણ: વધુ ૬ ફાયર ફાઈટર આજથી સજ્જ રૂ. ૨.૬૯ કરોડના ખર્ચે ૪ મોટા અને ૨ મીની ફાયર ફાઈટર વસાવાયા: પદાધિકારીઓએ આપી લીલીઝંડી

રાજકોટ મહાપાલિકા દ્વારા રૂ.૨.૬૯ કરોડના ખર્ચે વસાવવામાં આવેલા  ૪ મોટા અને ૨ મીની ફાયર ફાઈટરને આજે  પદાધિકારીઓએ ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વધતા જતા વિસ્તાર અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી શહેરના આગ-અકસ્માતોના બનાવોને પહોંચી વળવા જુદા જુદા વિસ્તારોમાં કુલ-૭ ફાયર સ્ટેશન તેમજ ૧ ઈ.આર.સી. કાર્યરત છે. શહેરીજનોની સલામતી માટે આજે

મહાપાલિકા દ્વારા રૂ.૨.૬૯ કરોડના ખર્ચે ખરીદેલ ૪ મોટા અને ૨ મીની ફાયર ફાઈટરને મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, અગ્નિશામક દળ કમિટીના ચેરમેન રૂપાબેન શીલુ વિગેરેના વરદ હસ્તે ઝંડી આપી શુભારંભ કરાયો. શહેરના વધતા જતા વિસ્તાર અને વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખી ફાયરબ્રિગેડ વધુ ને વધુ સુજ્જ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા પગલા લેવાય રહ્યા છે.