Abtak Media Google News

રાજકોટ એરપોર્ટની દિવાલો કૂદી કુતરા ઘૂસે છે !!

મહાનગરપાલિકા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સહિતનાં વિભાગોને પગલા ભરવા સૂચના

રાજકોટ એરપોર્ટ પર વારંવાર બની રહેલી બર્ડ હિટની ઘટનાઓને પગલે જિલ્લા કલેકટર, મ્યુનિ.કમિશનર અને એરપોર્ટના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે કરેલા નિરીક્ષણ બાદ રાજકોટ એરપોર્ટના વાઈલ્ડ લાઈફ ઓફિસરે મહાપાલિકા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોને સુરક્ષા અંગેના પગલા ભરવા રિપોર્ટ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એરપોર્ટની દિવાલ કુદી કુતરા ઘુસી જતાં હોવાની ગંભીર નોંધ પણ કરવામાં આવી છે. જો કે, આશ્ચર્ય એ વાતનું છે કે, એરપોર્ટ ઓથોરીટીની અંદરની પ્રિમાઈસીસમાં સુરક્ષા માટે ચોક્કસાઈ રાખવાની જવાબદારી એરપોર્ટની હોવા છતાં અન્ય વિભાગો પર દોષારોપણ થઈ રહ્યું છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ એરપોર્ટ પર વારંવાર બર્ડ હિટની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં જ બર્ડ હિટને પગલે જેટ એરવેઝની ફલાઈટને નુકશાન પહોંચ્યું હતું. એ ઉપરાંત અન્ય એક ફલાઈટને પણ બર્ડ હિટ નળ્યું હતું. આ સંજોગોમાં જિલ્લા કલેકટર કચેરી, મહાપાલિકા અને એરપોર્ટ રાજકોટની સંયુકત ટીમ દ્વારા એરપોર્ટની અંદર અને બહાર બારીકાઈભર્યું નિરીક્ષણ કરાતા એરપોર્ટની બહારની બાજુએ પડયો રહેતો કચરો, વૃક્ષોની ડાળીઓ અને કેટલાક ઘટાદાર વૃક્ષોમાં પક્ષીઓ આશ્રય લેતા હોય તેને દૂર કરવા માટે રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે.

વધુમાં એરપોર્ટ રાજકોટના વાઈલ્ડ લાઈફ ઓફિસર દ્વારા એરપોર્ટની સુરક્ષા મામલે કરવામાં આવેલા રિપોર્ટમાં એરપોર્ટની દિવાલો કુદી કુતરા ઘુસી જતા હોવાનું પણ નોંધવામાં આવ્યું છે. આ ઉપરાંત બહારની તરફ પક્ષીઓ આકર્ષાય તેવો વેસ્ટ કચરો નિકાલ તો હોય બર્ડ હીટની ઘટના ઘટતી હોવાનું જણાવાયું છે.

દરમિયાન એરપોર્ટમાં બર્ડ હિટની ઘટનાઓ ન બને તે માટે એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા, ગાંધીગ્રામ પોલીસ મક સહિતના વિભાગોને પગલા ભરવા પણ સુચવાયું છે. જો કે, આશ્ર્ચર્યની વાત તો એ છે કે, હકીકતમાં એરપોર્ટની પ્રિમાઈસીસમાં તાં ન્યુશન્સ દૂર કરવાની જવાબદારી એરપોર્ટની જ હોવા છતાં અન્ય વિભાગો પર દોષારોપણ ઈ રહ્યું છે.

આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના ડે.મ્યુનિ. કમિશનર નંદાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ દ્વારા જયારે જયારે સાફ સફાઈ કે કુતરા પકડવાની કામગીરી કરવા માટે કહેવામાં આવે છે ત્યારે મહાપાલિકા દ્વારા તુર્ત જ કામગીરી હા ધરવામાં આવે છે. અને તાજેતરમાં આવેલા રિપોર્ટના પગલે પણ મહાપાલિકા દ્વારા નડતર‚પ વૃક્ષોની ડાળખીઓ તેમજ અન્ય સફાઈ માટે કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.