Abtak Media Google News

૪૦૦ મીટર પગપાળા ચાલીને મેટ્રો સ્ટેશન પરત આવ્યા મુસાફરા

લખનઉ મેટ્રોનો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. આજે મેટ્રોના પહેલા જ દિવસે ચારબાગથી ટ્રાન્સપોર્ટ નગર જનારી ટ્રેન ટેકનીકલ ખરાબીના કારણે દુર્ગાપુરી અને મવૈયાની વચ્ચે ઉભી રહી જતા ૧૦૦થી વધુ મુસાફરો ફસાયા હતા.લખનઉ મેટ્રો બંધ થવા પાછળ ટેકનીકલ કારણો જવાબદાર હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે ટેકનીકલ ખામીના કારણે ઈમરજન્સી ગેટ પણ ન ખુલતા મુસાફરો અકળાયા હતા. ખામીને નિવારવા લાંબો સમય લાગ્યો હતો. ત્યારબાદ મેટ્રો જયાં બંધ હતી ત્યાંથી મુસાફરોને ૪૦૦ મીટર પગપાળા ચાલીને મેટ્રો સ્ટેશને પહોંચવું પડયું હતું.અહીં ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ગઈકાલે જ આ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો અને આજરોજ ખામી સર્જાતા વિરોધ પક્ષો સરકાર ઉપર તૂટી પડયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.