Abtak Media Google News

ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ BWF વલ્ડ ટૂર ફાઈનલ્સનો ખિતાબ જીતી લીધો છે. તેમણે ફાઈનલમાં જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સિંધુએ આ મુકાબલો 62 મિનિટમાં 21-19, 21-17થી બાજી મારી હતી. આ વર્ષે સિંધુનો આ પહેલો ખિતાબ છે. સાથે જ તેમણે પહેલી વખત આ ટૂર્નામેંટની ફાઈનલ મેચ પણ જીતી છે.

બન્નેગેમમાં સિંધુનું પ્રદર્શન શરૂઆતથી જ સારું રહ્યું હતું, ઓકુહારાએ પણ ધૈર્યગુમાવ્યા વગર ટક્કર આપી હતી. આશરે એક કલાક અને 2 મિનિટ સુધીચાલેલા આ મુકાબલામાં સિંધુએ પહેલી ગેમમાં 14-6થી બઢત મેળવીહતી, પણ પછી ઓકુહારાએ જોરદાર વાપસી કરી અને સિંધુ માટે એકપોઇન્ટ મેળવવો પણ મુશ્કેલ થયું હતું. નોઝોમી ઓકુહારા જોતજોતામાં સ્કોર 16-16 સુધી પહોંચી ગયો. છેવટે સિંધુએ બાજી મારી લીધી અને 21-19થી ગેમ જીત્યાં. બીજી ગેમમાં ધૈર્યથી જીતીને સિંધુએ વર્ષનો આ પહેલો ખિતાબ પોતાના નામે કર્યો.

23 વર્ષ સિંધુએ સેમીફાઇનલમાં થાઈલૅન્ડમાં રતચાનોક ઇંતાનોનને 21-26, 25-13ના મુકાબલામાં હરાવીને સતત બીજા વર્ષે ફાઇનલમાં સ્થાન મેળવ્યું. ગયા વર્ષે પણ ફાઇલનમાં સિંધુનો ઓકુહારા સાથે જ મુકાબલો હતો, પણ આ વખતે સિંધુએ જાપાની ખેલાડીનો પડકાર ધ્વસ્ત કરી દીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.