Abtak Media Google News

અંદાજે 15 દિવસથી વધુ ચાલશે ચેકીંગ : પાંચ પક્ષોના પ્રતિનિધિઓ પણ રહેશે હાજર

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં તા. 3થી ઇવીએમ અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવશે. આ ચેકીંગ અંદાજે 15 દિવસથી વધુ ચાલશે. જેમાં પાંચ પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બની ગયું છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને અધિક જિલ્લા કલેકટર શિવરાજસિંહ ખાચર કાલે તાલીમ અર્થે ગાંધીનગર જવાના છે. ત્યારબાદ તા.3 ઓક્ટોબરથી ઇવીએમ અને વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

આ માટે બેલ કંપનીના 8 એન્જીનીયરની ટિમ તા.2થી રાજકોટમાં ધામાં નાખશે. તેઓ દ્વારા રાજકીય પક્ષોની હાજરીમાં આ ચેકીંગની કામગીરી કરવામાં આવનાર છે.વેરહાઉસ ખાતે યોજાનાર આ ચેકીંગની કામગીરી અંદાજે 15 દિવસથી વધુ ચાલવાની છે.

આ ચેકીંગમાં રાજકીય પક્ષોને આવવા માટે કહેવામાં આવ્યું છે. આ વેળાએ સામ્યવાદી, આપ, બસપા, ભજપ અને કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા છે. આ વેળાએ 3694 બેલેટ યુનિટ, 3149 કંટ્રોલ યુનિટ અને 3592 વિવિપેટ મશીનનું ફર્સ્ટ લેવલ ચેકીંગ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.