Abtak Media Google News

સૂર્યગ્રહણ નરી આંખે જોવું જોખમી હોવાની વૈજ્ઞાનિકોની ‘ચેતવણી’

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં એપ્રિલ તા. ર0 મી ગુરૂવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અભુત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં કોઈપણ સ્થળે આ ગ્રહણ જોવા મળશે નહિ. ખગોળ વૈજ્ઞાનિકોએ ખગ્રાસ સૂર્યગ્રહણની ગતિવિધિ જાણવા દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ન્યુ ગીનીમાં સંશોધનો માટે પડાવ નાખવાની તૈયારી આરંભી દીધી છે. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ માટે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ તૈયારી આરંભી દીધી છે. અવકાશમાં ખગ્રાસ ગ્રહણની 1 મિનિટ 16 સેક્ધડ માટે પૃથ્વી ઉપર અમુક પ્રદેશમાં અંધકાર સમયે જીવસૃષ્ટિ પર ક્યાં પ્રકારની અસરો જોવા મળશે તે માટે વૈજ્ઞાનિકો તત્પર સાથે સંશોધનો કરશે.

સંવત ર079 ચૈત્ર માસ કૃષ્ણપક્ષ અમાસને ગુરૂવાર તા. ર0 મી એપ્રિલે મેષ રાશિ અને અશ્ર્વિની નક્ષત્રમાં થનાર ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણ દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, ફિલીપાઈન્સ, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, પૂ. ઈન્ડિઝ અને ન્યુ ગીનીમાં ખગ્રાસ સૂર્યગ્રહણ, અભુત- અલૌકિક જોવા મળવાનું છે. આ ગ્રહણનું ગ્રાસમાન 1.013 અને સંપુર્ણ ગ્રહણ કાળ 0પ કલાક ને રપ મિનિટનું રહેશે. જયારે મધ્ય 01 મિનિટ 16 સેક્ધડ સ્થિરતા રહેશે.

વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પિરસ્થિતિ, પ્રાકૃતિક – કુદરતી, નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શક્તું નથી કે રોકી શક્તું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધિ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશિર્વાદ કે કૃપાષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે.

હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધ:પતન સાથે સમયની બરબાદી જ છે. લેભાગુઓની ગ્રહણની ભૌગોલિક અસરો જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.