Abtak Media Google News
અબતક, અમદાવાદ 

ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વન-ડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. તેવામાં અત્યારે ઈન્ડિયન ટીમમાં કોરોના વિસ્ફોટ થતાં નવા કોમ્બિનેશન બનાવવાનો પડકાર કેપ્ટન રોહિત સામે આવ્યો છે. જોકે સારા સમાચાર એ રહ્યા છે કે ઈન્ડિયન ટીમે નેટ્સમાં શાનદાર પ્રેક્ટિસ કરી હતી. જે સેશનને રોહિત શર્માએ લીડ કર્યું હતું, જોકે આ દરમિયાન વિરાટની દંબગ સ્ટાઈલમાં એન્ટ્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો બીજી બાજુ મેચના એક દિવસ પહેલાં મોદી સ્ટેડિયમની રિંગ ઓફ ફાયર લાઈટ્સથી રાત્રે મેદાન ઝગમગી ઊઠ્યું હતું.

 રવિવારનો વન-ડે મેચ ભારતીય ટીમ માટે ઐતિહાસિક ક્ષણ : ટીમ ઇન્ડિયા પોતાનો ૧ હજારમો વન-ડે રમશે 

વેસ્ટ ઈન્ડીઝ સામે ૩ મેચની વન ડે શ્રેણી રમવા ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી છે. જોકે, અહીં પહોંચતા જ ભારતીય ટીમના ૪ ખેલાડીઓ સહિત ૭ મેમ્બર્સ કોરોના સંક્રમિત થયા હતા. તેના કારણે વન ડે શ્રેણી પર સંકટના વાદળો ઘેરાયા હતા, પરંતુ તે કોરોના સંક્રમિત ૪ ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. સાથે જ હવે ભારતીય ટીમ રવિવારે પ્રથમ અને પોતાની ૧૦૦૦ મી વન ડે મેચ રમવા તૈયાર છે.
ભારતીય ટીમ અમદાવાદ પહોંચી ત્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સહિત ઋતુરાજ ગાયકવાડ, નવદીપ સૈની અને શ્રેયસ ઐયર કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ખેલાડીઓને અન્ય ખેલાડી અલગ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીસીસીઆઈએ મયંક અગ્રવાલને અમદાવાદ બોલાવ્યો છે.
વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માની આગેવાનીમાં આ સિરીઝ યોજાઈ રહી છે. ભારતીય ટીમ પોતાની ૧૦૦૦ની વનડે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રવિવારે રમશે. સામાન્ય રીતે સ્ક્વોડમાં ૧૬ ખેલાડીઓ હોય છે. ભારતીય ટીમના ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આથી ટીમની બેટિંગ સ્ટ્રેન્થમાં બદલાવ સાથે ભારતીય ટીમ રવિવારે વેસ્ટ ઈન્ડીઝ સમક્ષ મેદાનમાં ઉતરશે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ સામે મેદાને ઉતરશે. આ મેચ ભારતીય ક્રિકેટ ટીમની ૧૦૦૦ મી વન ડે મેચ હશે. આ સાથે જ ભારત માટે આ ઐતિહાસિક વન ડે મેચ હશે. આ વન ડે મેચ સુધી પહોંચવા માટે ભારતને ૪૮ વર્ષનો સમય લાગ્યો છે. જોકે, આ પહેલા ઈંગ્લેન્ડ ૧૦૦૦ થી પણ વધુ મેચ રમી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.