Abtak Media Google News

હમીંહગ બર્ડસ અને ટ્રીડન્સ ફીટનેસ દ્વારા મહિલાઓને ફીટ રાખવા કાલે પ્રથમ વખત મહિલાઓ માટે નિ:શુલ્ક વર્ક આઉટ યોજાશે.

ફીટનેસને લઈ આજની યુવતીઓ જાગૃત બની રહી છે. આ દિશામાં મહિલાઓને એડવાન્સ જાણકારી મળી રહે તે માટે રાજકોટમાં પ્રથમ વખત પાઉન્ડ વર્ક આઉટનું આયોજન કરવામાં આવ્યું છે. હેલ્થ અવેરનેસ અને સ્લીમટ્રીમ લુક માટે યુવતીઓ ડાયેટ, વોર્કિંગ જોગીંગ, એરોબીકસ, યોગા કરતી હોય છે. અત્યારના ફાસ્ટ સમયમાં ફિટનેસમાં પણ નવા નવા વર્કઆઉટ અને એકસેસાઈઝ આવી રહી છે. આથી જ રાજકોટમાં પ્રથમ વખત પાઉન્ડ વર્ક આઉટ યોજાશે.

પ્રથમ વખત રાજકોટના આંગણે આ પ્રકારની ફીટનેસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. શહેરની મહિલાઓ માટે ઈન્સ્ટ્રકટર દર્શિતા ધોરડા અને રીંકી શર્માએ મહિલાઓને ફીટ બનાવવા એક ઝુંબેશ છેડી છે. તબકકાવાર આ પ્રકારની ઈવેન્ટ યોજી કેવી રીતે હેલ્થને ફીટ બનાવવી તે અંગે માર્ગદર્શન આપે છે. ‘અબતક’ની મુલાકાત દરમ્યાન દર્શિતા ધોરડાએ જણાવ્યું હતુ કે, ઝુમ્બા એક એવા પ્રકારનો ફીટનેસ પ્રોગ્રામ છે. જેમાં ડાન્સ સાથે એકસેસાઈઝ કરી બોડીને શેઈપમાં રાખી શકાય છે. આ પ્રકારની એકસેસાઈઝથી થાક પણ લાગતો નથી. ઉલટા શરીરમાં તરોતાઝગી અનભવાય છે.

જયારે રીંકી શર્માએ જણાવ્યુંં હતુ કે, અવનવી ડાન્સ સ્ટાઈલથી વજન ક્ધટ્રોલમા રહે છે. અને શરીર સ્ફૂતી પણ અનુભવે છે. વર્કઆઉટનું નવું વર્ઝન છે. પાઉન્ડ વર્ક આઉટ જેમાં રીધમ સાથે કાર્ડીયાક એકસેસાઈઝ કરી ફીટનેસ મેઈનટેઈન કરી શકાય છે. કાલે શહેરનાં કાલાવડ રોડર આવેલ હમ્મીંગ બર્ડસ હોબી સેન્ટર ક્રિસ્ટલ મોલની સામે સાંજે 6 થી 8 આ પાઉન્ડ વર્ક આઉટ યોજાશે જેની વધુ માહિતી માટે મો. 87583 17418. 82002 47303, 81602 38778 પર સંપર્ક કરવો. વધુમાં વધુ મહિલાઓ ફીટનેસ વર્કઆઉટનો લાભ લે તે માટે આગેવાન બહેનો દર્શિતા ધોરડા, રીંકી શર્મા ભાવના સોલંકી અને 5 ધ્રૂતી વ્યાસે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.