Abtak Media Google News

રાજકોટના યુવાનોને શરીર સૌષ્ઠવ બનાવવા જિમ્નેશિયમ અને દંગલ ફેઈમ

અખાડાની ફેસેલીટી પૂરી પાડતા ‘મસલ્સ એન્ડ ફીટનેસજીમ’નો શાનદાર પ્રારંભ

રાજકોટના લોકો ખાવાપીવાના ભલે શોખીન હોય ફીટનેસ માટે પણ કોન્શિયશ છે. માટે શહેરના રાજમાર્ગો પર તેમજ નાના મોટા વિસ્તારોમાં પણ ઠેર ઠેર જીમ જોવા મળે છે. જેનો લાભ રાજકોટના યુવાનોથી માંડીને વડીલો લેતા જોવા મળી રહ્યા છે. રાજકોટવાસીઓના આજ રસને ધ્યાનમાં રાખીને રાજકોટના હાર્દસમા વિસ્તાર યાજ્ઞીક રોડ પર કમ્બાઈન ટ્રેનીંગ આપતા ‘મસલ્સ એન્ડ ફીટનેસજીમ’નો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ જીમ એ ગુજરાતનું પ્રથમ કમ્બાઈન ટ્રેનીંગજીમ છે. જેનો શુભારંભ યાજ્ઞીક રોડ પર કરવામાં આવ્યો છે. આ જીમ અંતર્ગત સ્ટ્રેન્થ સેકશન, વોરીયર સેકશન ઉપરાંત એરોબીકસ, ઝુમ્બા, યોગા તેમજ અખાડા પણ રાખવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધાથી સજજ આ જીમમાં હેલ્થ કોન્શિયસ લોકોને તેમની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે તેમાં મેમ્બર બનવા માટે અત્યારથી જ લોકો રસ દાખવી રહ્યા છે.

આ તકે જીમના ઓનર પાર્થ અરોરાએ ખુશી વ્યકત કરી હતી તેમજ જણાવ્યું હતુ કે ગુજરાતનું આ નંબર વન કમ્બાઈન ટ્રેનીંગ જીમ છે. જયાં બધી જ સગવડતા, જીમના બધા જ સાધનો, ઈકવીપમેન્ટસ ઉપરાંત અખાડા પણ છે. જે ગુજરાતમાં કયાંય નથી ટ્રેકમાં એક છત નીચે સ્ટ્રેન્થ સેકશન, વોરીઅર સેકશન ઉપરાંત એરોબીકસ, ઝુમતા, યોગા બધી જ વસ્તુ મળી રહે છે. તેમજ આ જીમની મુલાકાત લેવા જણાવ્યું હતુ આ તકે પાર્થ અરોરાના મમ્મીએ પણ ખુશી વ્યકત કરી હતી તેમજ જીમની એકવાર અચુક મુલાકાત લેવા માટે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.