Abtak Media Google News

જેતપુર તાલુકા પોલીસે બોરડી સમઢીયાળામાં રેડ કરી પાંચ પતા પ્રેમીને ૫૬ હજારના મુજદામાલ સાથે ઝડપી પડ્યા હતાજાણવા મળતી વિગત મુજબ  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મીના  તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ  જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના  માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં

તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે  બોરડી સમઢીયાળા ગામે ભરતભાઇ છગનભાઇ ઉધાડ ની વાડીયે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમે છે તેવી હકીકત મળતા સદરી હકીકત વાળી જગ્યા એ રેડ કરતા જુગાર રમતા આરોપી  (૧)  ભરતભાઇ છગનભાઇ ઉધાડ તથા (૨) ભરત ઉર્ફ ડાયો કાનજીભાઇ બુટાણી  તથા (૩)   મનસુખભાઇ ઉર્ફે મનુભાઈ ગોરધનભાઇ ચભાડીયા તથા (૪) પકજભાઇ ઉર્ફે લાલો હરસુખભાઇ સાવલીયા તથા (૫) વિરાભાઇ ઉર્ફે ભયલો બાવનજીભાઇ બુટાણી રહે. બધા બોરડી સમઢીયાળા  ગામે તા.જેતપુરવાળાઓને જુગાર ના સાહિત્ય સાથે રોકડા રૂ.૧૧,૪૪૦/- તથા ત્રણ મો.સા. કિ.રૂ.૪૫,૦૦૦/- સાથે કુલ મુદામાલ રૂ.૫૬,૪૪૦/-  સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.