Abtak Media Google News

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ગત મધરાત્રે અનરાધાર ૭ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. ભારે વરસાદના કારણે જિલ્લાભરમાં શાળા-કોલેજો બંધ રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. શહેરના ત્રણ અંડરપાસ સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદથી એરપોર્ટના રન-વેને પણ ભારે નુકસાની થઈ છે. બીઆરટીએસ અને એએમટીએસની અનેક બસો ફસાઈ ગઈ છે. સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘુસી ગયા છે. પશ્ર્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ ૮.૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતા આ વિસ્તાર રિતસર બેટમાં ફેરવાઈ ગયો છે. આ લખાય રહ્યુ છે ત્યારે પણ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉતર-ગુજરાત બાદ મેઘરાજાએ હવે મધ્ય-પૂર્વ ગુજરાતનો વારો કાઢયો હોય તેમ ગઈકાલ સાંજથી અમદાવાદ સહિત મધ્ય-પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગત મધરાતથી અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસવાનું શ‚ થયું છે. શહેરના મધ્ય ઝોનમાં ૬.૫ ઈંચ, પશ્ર્ચિમ ઝોનમાં ૮.૫ ઈંચ, પૂર્વ ઝોનમાં ૬.૬ ઈંચ સહિત શહેરમાં સરેરાશ ૭ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદના કારણે આજે અમદાવાદ શહેર સહિત જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. છ મકાનો ધરાશાયી થઈ ગયા છે.જયારે છ સ્થળોએ વૃક્ષો પડયા છે. ભારે વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદના પાણી ઘુસી ગયા હોવાનું ખુદ અમદાવાદના મેયર ગૌતમભાઈ શાહે કબુલ્યું હતું. શહેરમાં અનેક વિસ્તારોમાં કેડસમાન પાણી ભરાયા છે. સવારથી અનરાધાર વરસાદ ચાલુ હોવાના કારણે સલામતીના ભાગ‚પે ત્રણ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરભરમાં ભારે પાણી ભરાયેલા હોવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે હવાઈ સેવા પર પણ અસર પડી છે. એરપોર્ટનો રન-વે ડેમેજ થવાના કારણે અનેક ફલાઈટો ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. બીઆરટીએસ અને એએમટીએસની અનેક બસો પાણીમાં ફસાઈ ગઈ છે. મણીનગરમાં વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. ચાંદરોલીયા અને ઘાટરોલીયા સહિતના વિસ્તારોમાં ઘર નાળા છલકાઈ ગયા છે. અનરાધાર વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. લોકોને જીવન જ‚રીયાતની ચીજ-વસ્તુ મેળવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી ર્હ્યો છે. કોઈ અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નિકળવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.