Abtak Media Google News

ડી આર આઈ દ્વારા સોમવારે વલસાડના ઘોંસ બોલાવાય 121.45 કિલો પ્રવાહી રૂપમાં ડ્રગ્સ પકડાયું

ગુજરાત સહિત સમગ્ર દેશ દશા મુક્ત બનાવવાના અભિયાન વચ્ચે સોમવારે વાપી જીઆઇડીસીમાં કેફી દ્રવ્યો બનાવવાની આખી ફેક્ટરી ઝડપી લેવામાં આવી હતી ડી આર આઈ મુંબઈ અમદાવાદ સુરત અને વાપી ની ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી કામગીરી ને પગલે 121.5 કિલો લિક્વિડ ડ્રગ ઝડપી લેવામાં આવ્યું હતું .અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ડ્રગ અને કેફી દ્રવ્યો પકડવાના બનાવો અને પગલે એલર્ટ બનેલા તંત્રએ બાદમીદારોને કામે લગાડ્યા હતા અને દરમિયાન વલસાડ વાપી જીઆઇડીસીમાં ડ્રગ બનતું હોવાનો ચોક્કસ રિપોર્ટ મળતા સોમવારે સવારે વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસી માં સફળ રેડ પાડવામાં આવી હતી જીઆઇડીસી માં ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી ની ટીમે નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયક્લોટ્રોપીક સબસ્ટન્સ “એનડીપીએસ એક્ટ’ અન્વયે વાપી જીઆઇડીસી માં વ્યાપક પ્રમાણમાં ખર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન વાપીના પ્રાઇમ પોલીમર ઇન્ડસ્ટ્રીઝ માં વાંધાજનક ઉત્પાદન થતું હોવાની બાકીના આધારે કરેલી કાર્યવાહીમાં ફેક્ટરી માંથી શંકાસ્પદ પ્રવાહી કેમિકલ મળી આવ્યો હતું જેની લેબોરેટરીમાં તપાસ કરાવતા મળી આવેલું શંકાસ્પદ પ્રવાહી મેસેજ ડ્રોન ડ્રગ હોવાનું ખુલ્યું હતું જેની અંદાજિત કિંમત 180 કરોડ રૂપિયા આપવામાં આવી છે.ફેક્ટરી માંથી 121.75 કિલો લિક્વિડ મળી આવતા તેને ચેક  કરવામાં આવ્યું છ.ે આ ઉપરાંત ફેક્ટરી માંથી પકડાયેલા એક વ્યક્તિ ના ઘેર રેડ પાડતા 18 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ મામલે ત્રણથી વધુ વ્યક્તિઓની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.